બોક્સ ઓફિસ પર હંગામો મચાવી રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની ટીમની પીએમ મોદી સાથે મુલાકાત

485

નવી દિલ્હી, તા. 13. માર્ચ. 2022 રવિવાર : ભારતમાં રિલિઝ બાદ ભારે ચર્ચામાં રહેલી અને બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી રહેલી ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની ટીમે પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી છે.

પીએમ મોદી ફિલ્મના નિર્માતા અભિષેક અગ્રવાલ,ડાયરેકટર વિવેક અગ્નિહોત્રી તેમજ તેમના પત્ની અને એક્ટ્રેસ પલ્લવી જોષી પીએમ મોદીને મળ્યા હતા.

પીએમ મોદી સાથે મુલાકાતની તસવીરો નિર્માતા અભિષેક અગ્રવાલે શેર કરી છે.તેમણે સાથે સાથે લખ્યુ છે કે,માનનીય પીએમ મોદીજી સાથે મળીને ખુશી થઈ છે.આ દરમિયાન કાશ્મીર ફાઈલ્સની તેમણે પણ પ્રશંસા કરી હતી અને તેના કારણે આ મુલાકાત ખાસ રહી હતી.આ ફિલ્મ બનાવવા બદલ ગર્વ થઈ રહ્યો છે.

દરમિયાન ડાયરેક્ટર વિવેદ અગ્નિહોત્રીએ પણ વિવેક અગ્રવાલની પોસ્ટને રિટ્વિટ કરીને લખ્યુ હતુ કે,ભારતના સૌથી પડકારજનક સત્યને લોકો સમક્ષ રજૂ કરવાના સાહસ તમે દર્શાવ્યુ છે.અમેરિકામાં પણ ફિલ્મના સ્ક્રિનિંગથી દુનિયામાં ભારતનો બદલાતો મિજાજ જોવા મળ્યો છે.

ધ કાશ્મીર ફાઈલ્સ કાશ્મીરી પંડિતોના પલાયન પર આધારિત છે.આ ફિલ્મ 11 માર્ચે રિલિઝ થયા બાદ લોકોને ભારે પસંદ આવી રહી છે.

Share Now