આસામમાં 24 કલાકમાં બે બળાત્કારીઓના એન્કાઉન્ટર

260

– પોલીસ કસ્ટડીમાંથી ભાગવું ભારે પડયું 15 વર્ષની સગીરા અને સાત વર્ષની બાળકી પર નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો

ગુવાહાટી : આસામમાં બળાત્કારના એક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો.જોકે આ દરમિયાન પોલીસ દ્વારા કરાયેલા એન્કાઉન્ટરમાં આ આરોપીનું મોત નિપજ્યું હતું.આ ઘટના રાજધાની ગુવાહાટીમાં બની હતી.જ્યારે માત્ર સાત વર્ષની બાળકીના એક બળાત્કારીનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું જે ઘટના ઉદલગુરી જિલ્લામાં બની હતી.

પોલીસે જણાવ્યું હતું કે આ કેસના મુખ્ય આરોપીને ઘટના સૃથળે લઇ જવાઇ રહ્યો હતો.આ દરમિયાન જ તેણે પોલીસ સાથે મારપીટ શરૂ કરી દીધી હતી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.મંગળવારે મોડી રાત્રે તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

બાદમાં આરોપીને રાત્રે એક વાગ્યે ઘાયલ અવસૃથામાં ગુવાહાટીની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યા તેનું મોત નિપજ્યું હતું.તેના શરીર પર ચાર ગોળીઓ વાગ્યાના નિશાન મળી આવ્યા છે. હોસ્પિટલના કર્મચારીઓનું કહેવું છે કે જ્યારે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો ત્યારે તેના હ્ય્દયના ધબકારા જ બંધ પડી ગયા હતા.

ગુવાહાટીમાં એક 15 વર્ષીય સગીરા પર પાંચ શખ્સો દ્વારા ગેંગરેપ ગુજારાયો હતો જ્યારે તેનો વીડિયો પણ બનાવ્યો હતો.જ્યારે પીડિતાને ધમકી આપી હતી કે જો તે પોલીસને આ અંગે જાણ કરશે તો આ વીડિયોને જારી કરી દેવામાં આવશે.જ્યારે આસામના જ ઉદલગુરી જિલ્લામાં એક સાત વર્ષની બાળકીના બળાત્કારીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત નિપજ્યું હતું.

Share Now