બોલીવુડ ડેબ્યુ પહેલા શનાયા કપૂરે ખરીદી આટલી મોંઘી કાર, સામે આવી તસવીર

175

મુંબઈ, તા. 23 માર્ચ 2022 બુધવાર : એક્ટર સંજય કપૂરની દિકરી શનાયા કપૂર બોલીવુડ ડેબ્યુ માટે તૈયાર છે.તે કરણ જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મ બેધડકથી ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કરશે પરંતુ ડેબ્યુ પહેલા શનાયા ચર્ચામાં આવી ગઈ છે.વાત એમ છે કે શનાયાએ બ્રાન્ડ ન્યુ કાર ખરીદી છે જેની તસવીર સોશ્યલ મીડિયા પર છવાઈ છે.શનાયાએ લગ્ઝરી ઓડી ક્યૂ7 ખરીદી છે,જેની ફોટો સામે આવ્યા છે.

ઓડી મુંબઈ વેસ્ટ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શનાયા અને તેમના પેરેન્ટ્સની તસવીર શેર કરવામાં આવી છે.જેમાં તે આ બ્રાન્ડ ન્યુ કારની સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.શનાયાએ બ્લેક કલરની ઓડી ક્યૂ7 ફેસલિફ્ટ ખરીદી છે જેની કિંમત 80 લાખ રૂપિયા છે.આ કાર બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે જેની કિંમત 80 થી 88 લાખ રૂપિયાની વચ્ચે છે.શનાયાએ કારની બ્લેક પ્રીમિયમ મોડલ ખરીદ્યુ છે જેની કિંમત 80 લાખ રૂપિયા છે.આ મહિનાની શરૂઆતમાં જ શનાયાની ફિલ્મ બેધડકથી બોલીવુડ ડેબ્યુની જાણકારી સામે આવી હતી.

આ ફિલ્મથી કરશે ડેબ્યુ

શનાયા ધર્મા પ્રોડક્શન હેઠળ ડેબ્યુ કરશે.ફિલ્મમાં તેમના સિવાય લક્ષ્ય લાલવાની અને ગુરફતેહ પીરઝાદા પણ જોવા મળશે.ફિલ્મને શશાંક ખેતાન ડાયરેક્ટ કરશે.શનાયાએ ફિલ્મથી પોતાનુ ફર્સ્ટ લુક શેર કરતા લખ્યુ હતુ,શશાંક ખેતાન દ્વારા નિર્દેશિત ફિલ્મ બેધડકની સાથે ધર્મા પરિવારમાં શામેલ હોવા માટે હુ ઘણો આભારી અને વિનમ્ર છુ.હુ આ સફરને શરૂ કરવા માટે વધુ રાહ જોઈ શકતી નથી.આપ તમામના આશીર્વાદ અને પ્રેમની જરૂર છે.ફિલ્મમાં શનાયા નિમરિત નામની યુવતીના રોલમાં દેખાશે જ્યારે લક્ષ્ય કરણના રોલમાં અને ગુરફતેહ અંગદ નામના યુવકના રોલમાં છે.

Share Now