એરલાઇન સેક્ટર માટે સારા સંકેત દેખાઈ રહ્યા છે, 2024 સુધી કુલ પેસેન્જર ટ્રાફિક 40 કરોડ કરવાનુ લક્ષ્ય: જ્યોતિરાદિત્ય સિંધિયા

148

નવી દિલ્હી, તા. 23 માર્ચ 2022 બુધવાર : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે કહ્યુ કે છેલ્લા સાત દિવસમાં લગભગ 3.82 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી છે.આનાથી કોવિડ-19 થી પ્રભાવિત રહેલા આ ક્ષેત્ર માટે આશાની કિરણ ઉગી છે.સિંધિયાએ કહ્યુ કે વર્ષ 2023-24 સુધી કુલ યાત્રી ટ્રાફિકને લગભગ ત્રણ ગણો વધારીને 40 કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યુ છે.

સિંધિયાએ આગળ કહ્યુ કે આવા સમયે જ્યારે સમગ્ર દુનિયામાં એવિએશન ઉદ્યોગ સમસ્યાઓનો સામનો કરી રહ્યુ છે,જેટ અને અકાલા જલ્દી જ પોતાની નવી સેવાઓ શરૂ કરવા જઈ રહી છે.નાગરિક ઉડ્ડયન મંત્રાલય માટે અનુદાનની માગ 2022-23 પર સિંધિયાએ કહ્યુ,સરકાર છેલ્લા બે વર્ષમાં આ ક્ષેત્રમાં આદર્શ પરિવર્તન લાવી છે અને માળખાગત પરિવર્તન થયુ છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે સરકાર આમ આદમીની વચ્ચે માગ વધારવા માટે સમાવેશીતા,પહોંચ અને સુલભતા પર ધ્યાન કેન્દ્રિત કરશે.ડીજીસીએના આંકડા અનુસાર 2013-14માં મુસાફરની સંખ્યા 6.70 કરોડ હતી જે વર્ષ 2018-19માં 14.50 કરોડ પર પહોંચી ગઈ હતી. 2013-14માં વિમાનોની સંખ્યા 400 હતી જે 2018-19માં 710 થઈ ગઈ હતી.

ડીજીસીએ અનુસાર વર્ષ 2021માં 8.38 કરોડ લોકો ડોમેસ્ટિક ફ્લાઈટથી મુસાફરી કરી.વર્ષ 2020માં આ સંખ્યા 6.3 કરોડ હતી.કોરોના વાયરસ વૈશ્વિક મહામારીએ એવિએશન સેક્ટરને ખરાબ રીતે પ્રભાવિત કરી હતી અને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પ્રતિબંધના કારણે આ સેક્ટરની સેવાઓ લાંબા સમયથી સ્થગિત કરવામાં આવી હતી.જોકે,હવે કોવિડની અસર ઓછી થયા બાદ સ્થિતિમાં સુધારો થયો છે.

સિંધિયાએ કહ્યુ કે કોરોનાની બીજી લહેર બાદ એવિએશન સેક્ટરનુ કામ શરૂ કરી દીધુ છે અને નવેમ્બર 2021માં દેશમાં મુસાફરોની સંખ્યા 3.90 લાખ પ્રતિદિન થઈ ગઈ.કોરોના પહેલા દરરોજ મુસાફરોની સંખ્યા 4.15 લાખ હતી પરંતુ ઓમિક્રોન તેને 1.60 લાખ પ્રતિ દિવસ સુધી લાવ્યું.છેલ્લા સાત દિવસના અહેવાલ મુજબ આ સંખ્યા ફરી વધીને 3.82 લાખ થઈ ગઈ છે.

Share Now