જાણો, સરેરાશ એક દિલ્હીવાસી વર્ષે આટલા રુપિયા કમાય છે. વર્તમાન વર્ષમાં 16.81 ટકાનો વધારો થયો

373

નવી દિલ્હી,25 માર્ચ,2022,શુક્રવાર : છેલ્લા બે વર્ષ કોરોના મહામારી નડવાથી દેશમાં આર્થિક પ્રવૃતિઓ મર્યાદિત અથવા તો બંધ રહી હતી.દેશનું દિલ ગણાતી રાજધાની દિલ્હી સૌથી કોરોનાગ્રસ્ત રહી હતી પરંતુ દિલ્હીના એક આર્થિક સર્વેક્ષણમાં વ્યકિતગત આવકમાં 16.81 ટકાનો વધારો થયો છે.આ સાથે જ દિલ્હીની એક વ્યકિતની સરેરાશ આવક 401982 થાય છે.કુલ આવક 923967 કરોડ રુપિયા થાય છે. આર્થક સર્વેક્ષણમાં દિલ્હી પ્રતિ વ્યકિત આવકમાં સિકિકમ અને ગોવા પછી ત્રીજા સ્થાને રહયું છે.

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીશ સિસોદિયાએ 2021-22ના આર્થિક સર્વેક્ષણ રિપોર્ટને વિધાનસભામાં રજૂ કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીવાસીઓની આવક ભારતના નાગરિકની સરેરાશ આવક કરતા ત્રણ ગણી વધારે છે.આર્થિક સર્વેક્ષણ અનુસાર 93 ટકા ઘરોમાં નળ કનેકશનથી પાણી વિતરીત થાય છે.ઉનાળાની સિઝનમાં રોજનું 953 મિલિયન ગેલન પાણીની જરુરીયાત રહે છે.દિલ્હીવાસીઓ પાણીનો વપરાશ સતત વધારતા જાય છે.પહેલા 1200 એમજીડી હતી જે વધીને 1505 એમજીડી થઇ છે. 15041 કિમી લાંબી પાણીની પાઇપલાઇનો દ્વારા 125 જળાશયો દ્નારા પાણી વિતરણ નેટવર્કથી પાણી આપવામાં આવે છે.

Share Now