ઈન્કમ ટેક્સના છાપા દરમિયાન મળેલી શિવસેના નેતા યશવંત જાધવની ડાયરીમાં વધુ 2 નામના ઉલ્લેખથી ખળભળાટ

307

– કેબલમેન નામ સાથે 1 કરોડ 25 લાખ રૃપિયા અને એમ- તાઈ નામ સામે 50 લાખ રૃપિયા લખેલા

મુંબઈ : શિવસેના નેતા અને મુંબઈ મહાનગરપાલિકા સ્થાયી સમિતિના માજી અધ્યક્ષ યશવંત જાધવની ડાયરીની રાજ્યમાં જોરદાર ચર્ચા શરૃ છે.ઈન્કમ ટેક્સ વિભાગે છાપા દરમિયાન યશવંત જાધવ પાસેથી જપ્ત કરેલી ડાયરીમાં ‘માતોશ્રી’ સિવાય અન્ય બે નામ લખેલા છે.ડાયરીમાં કેબલમેન અને એમ- તાઈ નામનો ઉલ્લેખ છે.તેમના નામ સામે કુલ પોણા બે કરોડ રૃપિયા લખેલા છે.બીજી તરફ આ બંનેમાં એક જણ મંત્રીપદ પર તથા બીજી મહિલા નેતા હોવાની શંકા છે.મુંબઈ મહાપાલિકામાં મહિલા નેતા ચર્ચામાં હોવાનું કહેવાય છે.આ ડાયરીના લીધે જાધવ ઉપરાંત અન્ય વ્યક્તિની મુશ્કેલી વધી શકે છે.

અગાઉ ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ યશવંત જાધવના ઘર,સંબંધિત સંપત્તિ પર છાપો માર્યો હતો.તે વખતે એક ડાયરી મળી હતી.આ ડાયરીમાંથી ખળભળાટજનક માહિતી મળી રહી છે. ‘માતોશ્રી’ને બે કરોડ રૃપિયા અને ૫૦ લાખ રૃપિયાની ઘડિયાળ આપી હોવાનો ઉલ્લેખ ડાયરીમાં હતો. ‘માતોશ્રી’ પોતાની માતા માટે લખ્યું હોવાનો દાવો જાધવે જણાવ્યું હોવાનું કહેવાય છે. ‘માતોશ્રી’ના નામને લઈને રાજકારણમાં ચકચાર જાગી હતી.

હવે ડાયરીમાં વધુ બે નામનો ઉલ્લેખ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.ડાયરીમાં કેબલમેન નામ સામે ૭૫ લાખ, ૨૫ લાખ અને ૨૫ લાખ જ્યારે એમ- તાઈને ૫૦ લાખ રૃપિયા આપ્યા હોવાનો ઉલ્લેખ છે.આ બંનેની ઈન્કમ ટેક્સના અધિકારી માહિતી મેળવી રહ્યા છે. તેમને પૂછપરછ માટે સમન્સ આપવાની શક્યતા છે.આ ંબને નામને લઈને જુદા જુદા તર્ક લગાડવામાં આવી રહ્યા છે.

મહાવિકાસ આઘાડી સરકારના અનેક નેતા ઈડી,સીબીઆઈ,ઈન્કમ ટેક્સના રડાર પર હોવાથી રાજકીય વિવાદ શરૃ છે.ઈડીએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ,એનસીપી નેતા નવાબ મલિકની ધરપકડ કરી છે.આ ઉપરાંત મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેના સાળા અને શિવસેના સાંસદ સંજય રાઉત,પ્રતાપ સરનાઈકની કરોડો રૃપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

કોર્પોરેટ મંત્રાલયે જાધવ માટે મુંબઈ પોલીસને પત્ર મોકલ્યો

કેન્દ્ર સરકારના કોર્પોરેટ કાર્ય મંત્રાલય (એમસીએ)ના દ્વારા મુંબઈ પોલીસને પત્ર લખીને યશવંત જાધવ પ્રકરણમાં કેસ દાખલ કરવાની ફરિયાદ કરી છે.આ પત્ર મરીનડ્રાઈવ પોલીસને આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.પત્રમાં પ્રધાન ડિલર્સ સહિત છ કંપની સામે છેતરપિંડી અને અન્ય કલમ હેઠળ ગુનો નોંધવાનું જણાવવામાં આવ્યું છે.આ ફરિયાદમાં યશવંત જાધવનું નામ નથી.પણ આ કંપનીઓ સાથે જાધવનો સંબંધ હોવાનું એમસીએના અધિકારીએ ઉલ્લેખ કર્યો હતો.આમ આર્થિક ગેરવ્યવહાર મામલામાં જાધવ સામે વધુ કડક કાર્યવાહી થઈ શકે છે

Share Now