આર્યનખાન ડ્રગ કેસની તપાસ કરનારા બે NCB અધિકારી સસ્પેન્ડ

173

– બંને અધિકારીની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાતાં પગલું

મુંબઈ : બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને સંડોવતા ડ્રગ કેસની તપાસ કરનારા બે અધિકારીઓને શંકાસ્પદ પ્રવૃત્તિઓને પગલે એનસીબી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.વિશ્વ વિજય સિંહ અને આશિષ રંજન પ્રસાદ બંનેની શંકાસ્પદ પ્રવૃત્તિઓનો ઘટસ્ફોટ વિજિલન્સ તપાસમાં થયો હતો.

આર્યન કેસમાં ખંડણીના આરોપોને પગલે વિજિલન્સ તપાસ થઇ હતી

ગયાં વર્ષે ઓક્ટોબર માસની ત્રીજી તારીખેં મુંબઇથી રવાના થયેલાર્કોર્ડેલિયા ક્રૂઝ પર ડ્રગ પાર્ટીનો પર્દાફાશ થયો હતો.તેમાં શાહરુખના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી.આ કેસમાં વિશ્વ વિજય સિંઘ તપાસ અધિકારી હતા અને આશિષ રંજન પ્રસાદ તેમના ડેપ્યુટી હતા.જોકે, આ બંને અધિકારીઓને ચોક્કસ આર્યન કેસમાં જ ગેરરીતીઓ માટે સસ્પેન્ડ કરાયા છે કે કેમ તે અંગે કશું સુનિશ્ચિત રીતે જાણવા મળ્યું નથી.

એનસીબી દ્વારા આર્યન સહિત અન્યો સામે થયેલા કેસ બાદ આ પ્રકરણમાં ખંડણી માગવાના આક્ષેપો થયા હતા.તેને પગલે આ કેસની તપાસ મુંબઇ ઝોનલ ઓફિસ પાસેથી આંચકી દિલ્હીના અધિકારીઓની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમને સોંપી દેવામાં આવી હતી.ખંડણીના આરોપોની તપાસ માટે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ લેવલના અધિકારીના વડપણ હેઠળ વિજિલન્સ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.

એનસીબીના તત્કાલીન ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના વડપણ હેઠળ ડ્રગ કેસમાં થયેલી કાર્યવાહીમાં એનસીબીએ દાવો કર્યો હતો કે આરોપીઓ પાસેથી ૧૩ ગ્રામ કોકેઇન,પાંચ ગ્રામ મેફેડ્રોન, ૨૧ ગ્રામ ચરસ તથા ૨૨ ગ્રામ એમએમડીએ મળ્યું હતું. આરોપીઓએ કાવતરું રચી ક્રૂઝ પર ડ્રગ પાર્ટી ગોઠવી હતી તેવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.આર્યન સહિત ૨૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જેમાથી ૧૮ને જામીન મળી ચૂક્યા છે.બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાનને જામીન આપતી વખતે એવું નિરીક્ષણ કર્યું હતું કે આ કેસમાં આરોપીઓ દ્વારા ષડયંત્ર રચાયું હોવાનું પ્રાથમિક રીતે સ્પષ્ટ થતું નથી.

એનસીપી નેતા નવાબ મલિકે આ કેસમાં સમીર વાનખેડે સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.એનસીબીના પંચ કિરણ ગોસાવીનો આર્યન ખાન સાથે એનસીબી ઓફિસમાં સેલ્ફી લેતો ફોયો વાયરલ થયો હતો અને કિરણની તપાસને પગલે ખંડણીના આક્ષેપો શરુ થયા હતા.

Share Now