વડાપ્રધાન તરીકનો કાર્યકાળમાં ઇમરાનને મળેલ ભેટોની વિગતો જાહેર કરવા કોર્ટનોે આદેશ

125

(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. ૨૦ : પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને વધુ એક આંચકો લાગ્યો છે.પાકિસ્તાની કોર્ટે વર્તમાન સરકારને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાનને ઓગસ્ટ, ૨૦૧૮ પછી વિદેશી હસ્તીઓ તરફથી મળેલ ભેટોની મહિતી જાહેર કરવાનો આદેશ આપ્યો છે.ઇસ્લામાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મિયાં ગુલ હસન ઔરંગઝેબે બે અરજીઓ પર સુનાવણી કરતી વખતે શેહબાઝ શરીફ નેતૃત્ત્વવાળી સરકારને આ આદેશ આપ્યો હતો.એક અરજીમાં એક નાગરિકે પાકિસ્તાન ઇન્ફરમેશન કમિશન (પીઆઇસી)ના આદેશને અમલમાં મૂકવાની અપીલ કરી છે.જ્યારે બીજી અરજીમાં કેબિનેટના આ આદેશને પડકારવામાં આવ્યો છે.એક નાગરિકે ભેટોની વિગતો જાણવા માટે પાકિસ્તાન ઇન્ફરમેશન કમિશનનો સંપર્ક સાધ્યો હતો.જેના પગલે કમિશને કેબિનેટ ડિવિઝનને નિર્દેશ આપ્યા હતાં કે તે વિદેશી રાષ્ટ્ર પ્રમુખો, શાસન અધ્યક્ષો અને અન્ય ગણમાન્ય વ્યકિતઓ દ્વારા ઇમરાન ખાનને આપવામાં આવેલી ભેટો અંગેની માહિતી રજૂ કરવામાં આવે.

કેબિનેટ ડિવિઝનને કામકાજના ૧૦ દિવસ દરમિયાન માહિતી એકત્ર કરી સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.જો કે તત્કાલીન પાકિસ્તાન તેહરીકે ઇન્સાફ સરકારે જણાવ્યું હતું કે આ પ્રકારની માહિતી જાહેર કરવાથી કેટલાક દેશો સાથેના સંબધો પર અસર પડી શકે છે.ત્યારબાદ કેબિનેટ ડિવિઝનને કમિશનના આદેશને કોર્ટંમાં પડકાર્યો હતો.જો કે ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાન ઇન્ફરમેશન કમિશનના આદેશને યોગ્ય ઠરવતા જણાવ્યું હતું કે ઇમરાન ખાનને મળેલ ભેટો વડાપ્રધાન કાર્યાલયની હતી તેમની અંગત ન હતી કે તે ઘરે લઇ જાય.

Share Now