પૂર્વ AAP નેતા કુમાર વિશ્વાસ-અલકા લાંબાના ઘરે પહોંચી પંજાબ પોલિસ, કેજરીવાલને ગણાવ્યા હતા ખાલિસ્તાનના વડાપ્રધાન

139

નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2022, બુધવાર : આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિરાજ કુમાર વિશ્વાસ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.પંજાબ પોલીસ બુધવારે વહેલી સવારે કુમાર વિશ્વાસના ઘરે પહોંચી છે.મધબપોરે પોલિસનો કાફલો AAPના પૂર્વ ધારાસભ્ય અને હાલ કોંગ્રેસ નેતા અલકા લાંબાના ઘરે પહોંચ્યો હતો.આ ઘટનાની માહિતી ટ્વીટ કરીને કુમાર વિશ્વાસે આપી હતી. જેમાં લખ્યું હતુ કે,પંજાબ પોલીસ તેમના ઘરે પહોંચી ગઇ છે.આ સાથે તેમણે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પણ ચેતવણી આપી છે.વિશ્વાસે માનને ચેતવણી આપતા કહ્યું છે કે, AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ ન કરવો જોઈએ.ભૂતકાળમાં પણ કુમાર વિશ્વાસ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા રહ્યા છે.અલકા લાંબાએ કુમાર વિશ્વાસના ટ્વીટને રિટ્વીટ કરીને જવાબ આપ્યો હતો, જેમાં લખ્યું હતું કે, હવે સમજવું પડશે કે.AAPને પોલીસની કેમ જરૂર હતી.ભાજપની જેમ માત્ર તેના વિરોધીઓને ડરાવવા અને અવાજ દબાવવા માટે કરે છે.કેજરીવાલ જી થોડી શરમ કરો.12 એપ્રિલનાં રોજ પંજાબનાં રોપડ સદર પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાવાયો હતો.જેને લઇને પોલીસ આજે સવારે કુમાર વિશ્વાસનાં ઘરે ગાઝિયાબાદ પહોંચી હતી.રોપડ પોલીસે 12 એપ્રિલે 153, 153A, 323, 341, 506, 120B અને 125 Representation of the People Act હેઠળ કેસ નોંધ્યો છે અને હવે કુમાર વિશ્વાસને આ કેસમાં તપાસમાં જોડાવા અને પુરાવા રજૂ કરવા કહેવામાં આવ્યું છે.તેમના વિરુદ્વ પંજાબ વિધાનસભા દરમિયાન દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલ વિરુદ્વ તેમણે આપેલા નિવેદનોને લઇને આ કેસ નોંધાયો છે.કુમાર વિશ્વાસનું કહેવુ છે કે, કેજરીવાલે દેશને તોડવાનો પ્રયાસ કર્યો હતો, કેજરીવાલ અલગતાવાદીઓના સમર્થનથી સરકાર બનાવવા માંગે છે.

Share Now