કોંગ્રેસે ફરી આત્મ સંશોધન કરવું અનિવાર્ય છે : સિધ્ધુ

145

ચંડીગઢ : કોંગ્રેસના વરીષ્ઠ નેતા નવજોત સિદ્ધુએ આજે (શુક્રવારે) જણાવ્યું હતું કે તેમનો પક્ષ પંજાબમાં પ્રવર્તી રહેલાં માફીયા રાજને લીધે જ રાજ્ય વિધાનસભાની ચૂંટણી હારી ગયો હતો.આથી કોંગ્રેસે ફરી આત્મસંશોધન કરવું અનિવાર્ય છે.આ સાથે તેમણે મુખ્યમંત્રી ભગવંત માનને પોતાનો નાનો ભાઈ કહેતાં જણાવ્યું હતું કે એક પ્રમાણિક માણસ છે.ક્રીકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિધ્ધુએ ફરી કહ્યું હુતં કે માનની પાર્ટી આમ આદમી પાર્ટીએ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ આપી હતી.તેમ છતાં જો માન માફીયા સામે યુદ્ધ કરસે તો હું તેઓને સમર્થન આપીશ જ.અમરીન્દર સિઘ રાજાએ પંજાબ પ્રદેશ કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળ્યું તે પછી પત્રકારો સાથેની વાતચીતમાં સિદ્ધુએ આ પ્રમાણે જણાવ્યું હતું.પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પરાજિત થતાં સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી ત્યાગપત્ર આપ્યું હતું.તે સર્વ વિદિત છે.તે પછી તેમણે કહ્યું હતું કે હું પહેલાં કશું બોલ્યો ન હતો, પરંતુ દરેકને અભિવ્યક્તનો અધિકાર છે જ તેથી હું આજે કહું છું કે કોંગ્રેસ એટલા માટે પરાજિત થઇ હતી કે તેના પાંચ વર્ષનાં શાસનમાં માફિયા રાજ જ ચાલ્યું હતું.

Share Now