મુંબઈમાંઆગામી મહિને સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રુઝ સંમેલન યોજાશે

149

મુંબઈ : ભારતીય ક્રુઝ બજારમાં આગામી દશકામાં દસ ગણો વધારો થવાની ક્ષમતા છે એવો દાવો કેન્દ્રિય બંદર, શિપિંગ અને જળમાર્ગ અને આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલે કર્યો હતો.તેમણે શહેરમાં ૧૪-૧૫ મેના રોજ સર્વપ્રથમ ઈન્ક્રેડિબલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્રુઝ સંમેલન ૨૦૨૨ યોજવાની પણ જાહેરાત કરી હતી.સોનોવાલે વધુમાં જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલી ચેન્નઈ, વિઝાગ અને આંદામાનને ગોવા સાથે જોડતી સાગરમાલા પહેલને જોરદાર પ્રતિસાદ મળ્યો છે.સોનોવાલે કાર્યક્રમની વેબસાઈ ઉપરાંત સંમેલનના બ્રોશર, લોગો અને મેસ્કોટ કેપ્ટન ક્રુઝોનું પણ અનાવરણ કર્યું હતું.તેમણે જણાવ્યું કે કોન્ફરન્સનો મુખ્ય હેતુ ભારતને ક્રુઝ પર્યટન માટે સૌથી મનપસંદ સ્થળ તરીકે પ્રદર્ષિત કરવાનો, પ્રાદેશિક જોડાણને મહત્વ આપવાનો અને ક્રુઝ પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા બાબતે ભારતની ક્ષમતા વિશે માહિતી આપવાનો છે.

બે દિવસીય સંમેલનમાં આંતરરાષ્ટ્રીય અને ભારતીય ક્રુઝ સંચાલકો, રોકાણકારો, જાગતિક ક્રુઝ સલાહકારો, નિષ્ણાંતો, ગૃહ મંત્રાલય, નાણાં મંત્રાલય, પ્રવાસન મંત્રાલય તેમજ બંદર અને જહાજ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, વરિષ્ઠ પોર્ટ અધિકારીઓ, રિવર ક્રુઝ સંચાલકો અને ટ્રાવેલ એજન્ટો ઉપરાંત અનેક લોકો ભાગ લેશે.બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ડો. સંજીવ રંજને ભારતમાં ક્રુઝ પ્રવાસનને પ્રોત્સાહન આપવા કરવામાં આવેલા મહત્વના ફેરફારો વિશે જાણકારી આપી હતી.આ ફેરફારોને કારણે મહામારી ત્રાટકી તે પહેલાંસુધીમાં ૩૫ ટકાના દરે વાર્ષિક વૃદ્ધિ થવા પામી છે.તેમણે વધુમાં જણાવ્યું કે ૨૦૧૯માં આપણા તટની ૪૦૦થી વધુ ક્રુઝ જહાજોમાં ચાર લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાનું નોંધાયું છે.સચિવે વધુમાં માહિતી આપી હતી કે કોવિડ મહામારીના માર છતાં.આપણા બંદરો ક્રુઝ પ્રવાસીઓની સગવડતા માટે જરૃરી માળખું વિકસાવવામાં સફળ નીવડયા છે.

Share Now