મુંબઈ પબ્લિક સ્કૂલોમાં 5 જ દિવસમાં 11 હજાર એડમિશન

187

મુંબઈ : મુંબઇ મહાપાલિકા સંચાલિત મુંબઇ પબ્લિક સ્કૂલમાં માત્ર પાંચ દિવસમાં ૧૧ હજારથી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ં આ વર્ષે એક લાખ નવા એડમિશન લેવાનો લક્ષ્યાંક શિક્ષણ વિભાગે નિશ્ચિત કર્યો છે.આ વર્ષે એક લાખ વિદ્યાર્થીઓ ઉમેરવાનો પાલિકાના શિક્ષણ વિભાગનો લક્ષ્યાંક.તે માટે ૧૮ એપ્રિલથી શરુ થયેલ મિશન એડમિશનને વાલીઓનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને માત્ર પાંચ જ દિવસમાં કુલ ૧૧,૫૪૧ એડમિશન નિશ્ચિત થયાં છે.મુંબઈ પબ્લિક સ્કૂલમાં હાલ નર્સરીથી પહેલા અને બીજા ધોરણના એડમિશન ચાલી રહ્યાં છે.જેમ જેમ વિવિધ સ્કૂલોમાં વિવિધ ધોરણના પરિણામ જાહેર થશે, તેમ અહીં આગળના એડમિશન થશે.આ શાળાઓમાં સીબીએસઈ, આઈસીએસઈ બોર્ડના અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શીખવા મળે છે.તે ઉપરાંત ૨૭ શૈક્ષણિક સામગ્રીઓ, પોષણ આહાર, આધુનિક ક્રિડાંગણ, વર્ચ્યુઅલ ક્લાસરુમ વગેરેને કારણે લોકોનું પાલિકાશાળા તરફ આકર્ષણ વધી રહ્યું છે.મુંબઈ પાલિકાના શિક્ષણ વિભાગ મારફતે ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ, તામિલ, તેલુગુ અને કન્નડ એમ આઠ ભાષિક માધ્યમોની શાળા ચાલે છે.જેમાં નર્સરીથી દસમા સુધીની આશરે ૧૧૫૦ સ્કૂલોમાં હાલ ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે.પાછલાં વર્ષની તુલનાએ ૨૯ હજાર વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

Share Now