ઔરંગાબાદ પાસે લૂંટારાઓએ દેવગિરી એક્સપ્રેસ પથ્થરમારાથી અટકાવી પ્રવાસીઓને લૂંટી લીધા

180

મુંબઇ : ઔરંગાબાદથી મુંબઇ આવવા નીકળેલી દેવગિરી એક્સપ્રેસ ટ્રેનમાં પોટૂલ સ્ટેશન નજીક મધરાતે ત્રાટકેલા લૂંટારાઓએ ધારદાર હથિયારોની અણીએ પ્રવાસીઓને ભયભીત કરી તેમનાં કપડાં, પર્સ, મોબાઇલ અને દાગીના સહિતની ચીજોની લૂંટ ચલાવી હતી.બેખોફ લૂંટારા ગણતરીના સમયમાં લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.પોલીસે આસપાસના વિસ્તારોમાં લૂંટારાઓના સગડ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.આ ઘટનાને પગલે લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસીઓની સલામતી સામે ફરી પ્રશ્નાર્થ સર્જાયો છે.સિકંદરાબાદ- મુંબઇ- દેવગિરી એક્સપ્રેસ ઔરંગાબાદથી રાત્રે બાર વાગ્યે મનમાડ મુંબઇ તરફ જવા ઉપડી હતી.તે દરમિયાન અડધા કલાકમાં જ ટ્રેન પોટૂલ રેલવે સ્ટેશન નજીક પહોંચતા જ ટ્રેન ચાલકને સ્ટેશન પરનું સિગ્નલ બંધ દેખાયું હતું.વાસ્તવમાં લૂંટારાઓએ સિગ્નલ પર કપડાં ઢાંકી દીધાં હતાં. હજુ તો નજીકના સ્ટેશને જાણ કરવામાં આવે તે પહેલાં લૂંટારાઓએ ટ્રેન પર પથ્થરામારો કર્યો હતો.જોતજોતામાં ૮તી ૧૦ લૂંટારા ટ્રેનમાં પ્રવેશી ગયા હતા અને પ્રવાસીઓનો સામાન છિનવી લીધો હતો..ાથમિક માહિતી મુજબ એસ-૫થી એસ-૯સુધીમાં લૂંટારાઓએ લૂંટ ચલાવી હતી.અનેક પ્રવાસીઓએ લાખોની માલમત્તા ગુમાવી હતી.અડધા કલાક બાદ રેલવે મનમાડ તરફ રવાના થઇ ત્યાં પોલીસ તપાસમાં અનેક પ્રવાસીઓ લૂંટાયા હોવાની બાબત સામે આવી હતી.પોલીસે શલ્લેગાવ, દૌલતાબાદ, ઔરંગાબાદ, વાળુજ તરફ પોલીસોએ જઇ તપાસ કરી પણ લૂંટારાઓનો તત્કાળ પતો મળ્યો ન હતો.

Share Now