ટ્વીટર ખરીદ્યા બાદ ઈલોન મસ્કે કર્યું આ ટ્વીટ, જાણો શું થઈ શકે છે ફેરફાર

145

નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2022, મંગળવાર : Twitterને ટેસ્લાના CEO Elon Muskએ ખરીદી લીધું છે.જોકે, આ ડીલની પ્રોસેસમાં અમૂક મહીનાનો સમય લાગ્યો હતો.ટ્વીટર ખરીદ્યા બાદ મસ્કે ટ્વીટ કરીને જણાવ્યું કે, આ માઈક્રો-બ્લોગિંગ સાઈટને ખરીદવામાં 44 બિલિયન ડોલર (લગભગ 3368 અબજ રૂપિયા) શા માટે ખર્ચ કર્યા છે.તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, ફ્રી સ્પીચ કોઈ પણ ડેમોક્રેસીને કામ કરવા માટે ઘણું જરૂરી છે.ટ્વીટર એક ડિજિટલ ટાઉન સ્કવાયર છે જ્યાં માનવતાના ભવિષ્ય પર ચર્ચા થાય છે.તેમણે આગળ જણાવ્યું કે, તેઓ ટ્વીટરને વધુ સારી રીતે નવા ફીચર્સ સાથે બનાવવા માગે છે.તેમણે ટ્વીટમાં એ પણ લખ્યું છે કે, તેઓ તેના અલ્ગોરિડમને ઓપન સોર્સ રાખીને વિશ્વાસ વધારવા માંગે છે.તેઓ સ્પૈમ બોટ્સને હટાવીને બધા ઓથેન્ટિક હ્યુમનને આ પ્લેટફોર્મ પર રાખવા માગે છે.તમને એ વાતનો અંદાજ આવી ગયો હશે કે, તેઓ કેવું ટ્વીટર બનાવવા માગે છે.ડિજિટલ ટાઉન સ્ક્વેર જેનો ઉપયોગ મસ્કે તેના ટ્વીટમાં કર્યો હતો તેનો અર્થ એવી જગ્યા હતી જ્યાં લોકો એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકે.

આ ઉપરાંત ટ્વીટર પોતાના ડાયરેક્ટ મેસેજને પણ પાવરફૂલ બનાવવા પર કામ કરી શકે છે.તેને સર્ચેબલ અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સિસ્ટમ હેઠળ તૈયાર કરી શકાય છે.કંપની પોતાના સૌથી વધારે ડિમાન્ડ કરવામાં આવતા લોન્ગ ટ્વીટ્સ ફીચરને પણ જારી કરી શકે છે.તેનાથી યુઝર્સ 280 કેરેક્ટર્સથી વધારે પોસ્ટ કરી શકશે.ઘણા લોકોનું એવું માનવું છે કે, ટ્વીટરને Communities ફીચર પર ફરીથી કામ કરવાની જરૂર છે જેનાથી તેઓ પોતાની મનપસંદ વસ્તુઓને જ ટાઈમલાઈન પર જોઈ શકશે.તેમાં બીજા લોકો સાથે વાતચીત કરવા માટે વધુ રીતો આપવામાં આવશે.ટ્વીટર પર કેટલાક લોકો એક સાથે 200 મિલિયન યુઝર્સ સાથે કમ્યુનિકેટ કરવા નથી માગતા.તેમાં લોકોને ફોકસ કરવાનો એક ઓપ્શન આપવામાં આવી શકે છે.એટલે કે, ફેસબુકની જેમ જ આના પર પણ પ્રાઈવેટ અકાઉન્ટ કરવાનો ઓપ્શન આવી શકે છે.આનાથી તમારે કોઈ પણ અપરિચિત સાથે કોઈ ટ્વીટને લઈને વાતચીત કરવાની જરૂર નથી.

Share Now