ચેન્નઈ, તા.૨૬ : દિલ્હી પછી તામિલનાડુમાં પણ રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે અનેક મુદ્દાઓ પર ચકમક થતી રહે છે.તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મંગળવારે કહ્યું કે,રાજ્યપાલ માત્ર એક પોસ્ટમેન સમાન છે, જેમને પત્ર ખોલીને જોવાનો અધિકાર નથી.તામિલનાડુ વિધાનસભામાં એક દિવસ પહેલાં જ એક બિલ પાસ કરાયું છે, જેના હેઠળ રાજ્યની યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલરની નિમણૂકનો અધિકાર રાજ્ય સરકાર પાસે આવી જશે.આ પહેલા આ અધિકાર રાજ્યપાલને હતો. મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને કહ્યું કે, રાજ્યપાલે કેબિનેટમાંથી પાસ થયેલા બિલો સીધા રાષ્ટ્રપતિને મોકલવા જોઈએ.દ્રવિડિયન પાર્ટીના એક કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતાં સ્ટાલિને કહ્યું કે, રાજ્યપાલ આરએન રવિ માત્ર એક પોસ્ટમેન છે, જેમની પાસે પત્ર ખોલીને જવાનો અધિકાર નથી.સ્ટાલિને કહ્યું કે, વિધાનસભામાં બિલ પસાર થયા પછી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ન હોય. તેમણે નીટ સાથે સંકળાયેલું બિલ નામંજૂર થયા પછી ગૃહમંત્રીની મુલાકાત લીધી હતી.વિધાનસભામાં યુનિવર્સિટીઓ સંબંધિત બિલ રજૂ કરતા સ્ટાલિને ગુજરાતનું ઉદાહરણ આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં પણ કુલપતિની નિમણૂક કરવાની સત્તા રાજ્યપાલ પાસે નથી, પરંતુ રાજ્ય સરકાર પાસે છે.