મસ્કે ટ્વિટર ખરીદતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘લિવિંગ ટ્વીટર’ ટ્રેન્ડ થયું

120

ન્યૂયોર્ક, તા. ૨૬ : દુનિયાના સૌથી મોટા ધનકૂબેર ઈલોન મસ્કે અંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદી લીધું છે.ટ્વીટરના બોર્ડ અને મસ્ક વચ્ચેનો આ સોદો આગામી કેટલાક મહિનામાં પૂરો થશે.જોકે, મસ્કે ટ્વિટર ખરીદી લીધું હોવાના સમાચારની સાથે જ ટ્વિટર પર ‘લિવિંગ ટ્વિટર’ ટ્રેન્ડ થયું છે.ટેસ્લાના માલિક અને ટ્વિટર બોર્ડ વચ્ચેની ડીલ પૂરી થયા પછી ટ્વિટરનું નિયંત્રણ ઈલોન મસ્ક પાસે હશે.આ સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારના હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યા છે, જેમાંથી કેટલાક ટ્વિટર વિરુદ્ધ છે.હાલ ટ્વિટર પર તેનો જ વિરોધ કરનારું હેશટેગ ‘લિવિંગ ટ્વિટર’ ટોપ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે.એટલે કે ટ્વિટર પર ટ્વિટર છોડવાનું હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે.’લિવિંગ ટ્વિટર’હેશટેગ સાથે અનેક યુઝર્સ ટ્વિટર છોડવાની વાત કરી રહ્યા છે.તો મોટી સંખ્યામાં યુઝર્સ મીમ પણ શૅર કરી રહ્યા છે.આ હેશટેગ સાથે ટ્વિટર પર પોતાનું એકાઉન્ટ કેવી રીતે ડીએક્ટિવેટ અથવા ડિલીટ કરી શકાય તેની માહિતી આપવામાં આવી છે.કેટલાક મહિના અગાઉ ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવામાં રસ દર્શાવતા અનેક લોકોએ જાહેરાત કરી હતી કે મસ્ક ટ્વિટરના માલિક બનશે તો તેઓ ટ્વિટર છોડી દેશે.

Share Now