આગામી મહિને જાપાનમાં ક્વાડ સમિટ દરમિયાન બાઇડેન મોદીને મળશે

112

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૨૮ : અમેરિકન પ્રમુખ જો બાઇડેન આવતા મહિને દક્ષિણ કોરિયા અને જાપાનના પ્રવાસે જશે અને તેઓ ટોક્યોમાં ક્વાડ સમિટમાં વડાપ્રધાન મોદીને મળશે તેમ વ્હાઇટ હાઉસના સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે.બાઇડેન ૨૦ થી ૨૪ મે દરિયાન દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાત લેશે.વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું છે કે આ પ્રવાસ સ્વતંત્ર અને ખુલ્લા ઇન્ડો-પેસેફિક ક્ષેત્ર માટે બાઇડેન-હેરિસ વહીવટી તંત્રની મજબૂત કટિબદ્ધતાઓને આગળ વધારશે.બાઇડેન દક્ષિણ કોરિયાના પ્રમુખ યુ સુક યેઓલ અને જાપાનના વડાપ્રધાન કિશિદા ફુમિયો સાથે પણ દ્વિપક્ષીય મંત્રણા કરશે.પ્રવક્તાએ જણાવ્યું છે કે ટોક્યોમાં અમેરિકાના પ્રમુખ બાઇડેન ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત સહિતના ક્વાડ નેતાઓને પણ મળશે.આ અગાઉ સપ્ટેમ્બર, ૨૦૨૧માં આયોજિત ક્વાડ સમિટમાં બાઇડેન અને મોદી વચ્ચે મુલાકાત થઇ હતી.પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખ મહત્ત્વપૂર્ણ સુરક્ષા સંબધોને મજબૂત બનાવવા, આર્થિક સંબધો વધારવા માટે વિવિધ દેશોના નેતાઓ સાથે મંત્રણા કરશે. વ્હાઇટ હાઉસ ટૂંક સમયમાં જ બાઇડેનના આ વિદેશ પ્રવાસ અંગે વધુ વિગતો જાહેર કરશે.રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે ઉત્પન્ન થયેલી પરિસ્થતિ વચ્ચે બાઇડેન અને વડાપ્રધાન મોદીની મુલાકાતને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહે છે.

Share Now