નવો રોગ ‘સાલ્મોનેલ્લોસિસ’ ફરી વધ્યો છે યુરોપ અને અમેરિકામાં સૌથી વધુ કેસો થયા છે

149

ન્યૂયોર્ક : સાલ્મોનેલ્લોસીસને સાલ્મોનેલ્લા – નોન ટાઇફોડિયલ બેક્ટેરિયા દ્વારા ફેલાઈ રહ્યો છે તે યુ.કે. યુરોપની તળભૂમિ અને અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.આ માહિતી આપતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) જણાવે છે કે, નાના બાળકો અને વૃદ્ધો આ રોગનો તુર્ત જ શિકાર બની જાય છે.WHO વધુમાં જણાવે છે કે, આ બેક્ટેરિયા જેનું સંપૂર્ણ નામ સાલ્મોનેલ્લા ટાઇફીમુરીયમ છે તે યુરોપ તથા અમેરિકા સહિત કુલ ૧૧૩ દેશોમાં પ્રસર્યા છે.આંતરડામાં તે બેક્ટેરિયા અસર કરે છે જેથી ડાયેરિયા ઉલ્ટી ઉબકા વગેરે થાય છે.આ બેક્ટેરિયા ઇઝરાયલની ફૂડ કંપની સ્ટ્રોસ ગુ્રપને તેની ચોકલેટમાં જોવા મળ્યો તેથી તેણે તે ચોકલેટ્સ બજારમાંથી પાછી ખેંચી લીધી.

આ રોગ અંગેના 10 મુદ્દા સમજવા જેવા છે.
૧. આ રોગ સાલ્મોનેલ્લા નોન ટાઇફોઇડલ બેક્ટેરિયાથી થાય છે તેના હજી સુધીમાં દુનિયામાં કુલ ૨૫૦૦ કેસો નોંધાયા છે.

૨. આ રોગના બેક્ટેરિયા મરઘાં- બતકાં, ડુક્કર અને પશુઓમાં જોવા મળે છે.(તેના માંસના આહારથી તે માનવીને લાગે છે.) આ બેક્ટેરિયા કૂતરા, બિલાડા પક્ષીઓ અને કાચબામાં પણ જોવા મળે છે.

૩. માણસ આ બેક્ટેરિયાવાળા મરઘા બતકા વગેરેના માંસ, ઇંડા કે દૂધ પણ લે છે તો તેમાંથી પણ તે બેક્ટેરિયા તેના દેહમાં પ્રવેશી જાય છે.

૪. આ રોગ થતા તાવ આવે છે, પેટમાં દુઃખાવો થાય છે ઉબકા આવે છે, ઉલ્ટીઓ થાય છે અને ઝાડા થાય છે. આ બેક્ટેરિયાવાળો ખોરાક લીધા પછી છ કલાકમાં કે વધુમાં વધુ ૭૨ કલાકે તેની અસર દેખાય છે. આ જંતુઓ ઘણીવાર પાણીમાં પણ જોવા મળે છે.

૫. સામાન્યતઃ આ રોગના લક્ષણો પહેલાં તો સાધારણ જ લાગે છે તેથી રોગ વિષે ઉપેક્ષા પણ કરવામાં આવે છે પરંતુ તે વકરી જાય છે જીવલેણ બની જાય છે વિશેષતઃ તે વૃદ્ધો અને બાળકો માટે ખતરનાક બની જાય છે.

૬. તા. ૨૫મીએ WHO પાસે જે કેસો નોંધાયા તેમાં તો રોગનો પ્રારંભ જ થયો છે ત્યાં યુકેમાં ૫૪, બેલ્જીયમ ૨૬, ફ્રાંસ ૨૫, જર્મની ૧૦ આયર્લેન્ડ અને અમેરિકામાં ૧ કેસ નોંધાયો છે.

૭. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) સૌથી ગંભીર બાબત તો જણાવે છે કે આ બેક્ટેરિયા છ પ્રકારના એન્ટીબાયોટિક, પેનીસીલીન્સ, એમીટોગ્લીકોસાઇડઝ (સ્ટ્રેપ્ટોમાઇસીન, સ્પેક્ટીનો માઇનીસીન, કેનામાઈસીન અને જેન્ટામાઇસીની) ફેનીકોલ્સ, સલ્ફોનેમાઇડ્ઝ, ટ્રાઇમેથોપ્રિમ, અને ટેટ્રાસાઇક્લીનને પણ ગણકારતા નથી.

૮. WHO કહે છે કે આથી આ રોગથી બચવા માટે દરેકે રાંધતા પહેલા હાથ સાબુથી ધોવા, કાચા ખાદ્યપદાર્થોને અલગ રાખવા, રસોઈઘર ચોખ્ખું રાખવું, માંસ બરોબર પાકે તેટલું રાંધવું.

૯. યુએસ ડીસીઝ કંટ્રોલ જણાવે છે કે કોઈને સાલ્મોનલ્લોસીસ થયો હોય કે ન થયો હોય પરંતુ સાલ્મોનેલ્વાના સંક્રમણથી ચેતતા જ રહેવું વળી આ બેક્ટેરિયાના પણ વિવિધ પ્રકારો જોવા મળે છે.તેથી ૯૪% રોગ તો ખોરાક (મરઘા બતકા) અને પાળેલા કાચબા કે કૂતરા બિલાડામાંથી ફેલાય છે.

૧૦ સૌથી ગંભીર વાત તો તે છે કે યુરોપ અને અમેરિકા સહિત દુનિયાના ૧૧૩ દેશોમાં આ રોગ ફેલાઈ રહ્યો છે.

Share Now