વીજ સંકટ માટે મોદી સરકાર નહીં પરંતુ કોંગ્રેસનું 60 વર્ષનું શાસન જવાબદારઃ ચિદંબરમનો કટાક્ષ

133

નવી દિલ્હી, તા. 30 એપ્રિલ 2022, શનિવાર : કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમે દેશવ્યાપી કોલસા સંકટ મુદ્દે શનિવારે મોદી સરકાર સામે કટાક્ષ કર્યો હતો. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, દેશમાં પૂરતા પ્રમાણમાં કોલસો છે, વિશાળ રેલ નેટવર્ક છે, થર્મલ પ્લાન્ટ્સ પણ સક્ષમ છે છતાં પણ વીજળીની ભારે તંગી છે.આ માટે મોદી સરકારને દોષ ન આપી શકાય.આ તો કોંગ્રેસના 60 વર્ષના શાસનના કારણે બન્યું છે. કોંગ્રેસી નેતાએ ટ્વિટમાં લખ્યું હતું કે, કોલસા, રેલવે કે વીજ મંત્રાલયોમાં ખામી નથી.દોષ તો આ વિભાગોના મંત્રી રહી ચુકેલા કોંગ્રેસી નેતાઓનો છે.તેમણે ટીખળ કરતાં લખ્યું હતું કે, મોદી સરકારે પેસેન્જર ટ્રેન્સ રદ્દ કરીને કોલસાના પરિવહન માટેની ટ્રેનો દોડાવવાનું યોગ્ય સમાધાન શોધી કાઢ્યું છે.મોદી છે તો શક્ય છે.

Share Now