મુંબઈમાં હવે પોલીસની 8 કલાકની ડયુટી : પોલીસ કમિશનર તરફથી ગ્રીન સિગ્નલ

114

મુંબઇ : મુંબઈના પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ અને અધિકારીને આઠ કલાકની ડયુટીનો નિર્ણય લેવામાં આવ્યો છે.પોલીસ કમિશનર આ બાબતે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.આમ હવે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના પોલીસને આઠ કલાક અને ૫૦ વર્ષથી વધુના પોલીસ માટે ૧૨/૨૪નો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.આગામી બે દિવસમાં આ મામલે આદેશ આપવામાં આવશે, એમ પોલીસ કમિશનર સંજય પાંડેએ કહ્યું હતું.નોંધનિય છે કે પાંડે અગાઉ રાજ્યના ડીજી હતા તે સમયે તેમણે મહિલા પોલીસ માટે આઠ કલાકની ડયુટીનો આદેશ આપ્યો હતો, પણ મુંબઈ પોેલીસે તેનો અમલ કર્યો નહોતો.જોકે મુંબઈના પોલીસ કમિશનર બન્યા પછી પાંડેએ મહિલા દિનના મહિલા પોલીસને આઠ કલાકની ડયુટીની ગિફ્ટ આપી હતી.આ સાથે મુંબઈ પોલીસના પુરુષ કોન્સ્ટેબલ અને અધિકારીએ પણ આઠ કલાકની ડયુટીની માગણી કરી હતી.પોલીસ કમિશનરે આ બાબતે ફેસબુક પોસ્ટ દ્વારા અધિકારી સાથે ચર્ચા કરી હતી.બીજી તરફ લોકલ આર્મ્સ વિભાગમાં મહિલા પોલીસ માટે આઠ કલાકની ડયુટીનો નિર્ણય લાગુ કરાયો નથી.આથી અમારા માટે અલગ ન્યાય કેમ? એવો સવાલ તેમણે કર્યો છે.

Share Now