ટેરર ફંડીગની તપાસ માટે એનએઆઈ દાઉદના ભાઈ ઈબ્રાહિમનો કબજો લેશે

117

મુંબઈ : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ સોમવારે આતંકવાદી દાઉદ ઈબ્રાહિમના નેટવર્ક પર મુંબઈ, થાણેમાં વિવિધ સ્થળોએ છાપો મારતા તપાસમાં ચોંકાવનારી માહિતી મળી રહી છે.દાઉદના ભાઈ ઈકબાલ કાસકરને ટેરર ફંડીંગ પ્રકરણે એનઆઈએની ટીમ તાબામાં લઈ શકે છે.આ ઉપરાંત મુંબઈમાં ૧૯૯૩માં બોમ્બ વિસ્ફોટના મામલામાં પણ નવી કડી મળવાની શક્યતા છે.તે સમયે અભિનેતા સંજય દત્તસાથે પકડાયેલા ફિલ્મ નિર્માતા સમીર હિંગોરાની એનઆઈએ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના હવાલા રેકેટ, નશીલા પદાર્થનું વેચાણ, બોમ્બ વિસ્ફોટ અને રાજકીય નેતા, બિઝનેસમેનની હત્યાના કાવતરાની એનઆઈએને જાણ થઈ હતી. આથી ડી ગેંગના હવાલા ઓપરેટર્સ, ડ્રગ પેડલર્સ, બુકી, બિલ્ડર, શાર્પ શૂટરને ત્યાં એનઆઈએની ટીમે મુંબઈના નાગપાડા, ભીંડીબજાર, ગોરેગામ, બોરીવલી, સાંતાક્રુઝ, માહિમ, મુમ્બ્રામાં અંદાજે વીસ સ્થળે દરોડા પાડયા હતા.ગેંગસ્ટર છોટા શકીલના સાઢુભાઈ અને નજીકના સાથીદાર સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટ તથા માહિમ, હાજીઅલી દરગાહના ટ્રસ્ટી સોહેલ ખંડવાની, ૧૯૯૩ બોમ્બ બ્લાસ્ટના આરોપી અને ફિલ્મ નિર્માતા સમીર હિંગારા.અન્યને તાબામાં લીધા હતા.આ મામલામાં અનેક જણની પૂછપરછ કરવામાાં આવી છે.દાઉદ સંબંધિત વ્યક્તિની ફરીથી પૂછપરછ થઈ છે.એમાંથી અમુક શખસ ૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટ વખતે પણ સિક્યુરિટી એજન્સીના નિશાન પર હતા.આમ બોમ્બ બ્લાસ્ટ પ્રકરણમાં નવી કડી મળી શકે છે.

મની લોન્ડરીંગ પ્રકરણમાં અગાઉ દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની અગાઉ ઈડીએ ધરપકડ કરી હતી. મુંબઈમાં દાઉદનું નેટવર્ક તેનો ભાઈ ઈકબાલ કાસકર સંભાળતો હતો.આતંકવાદી કાવતરા માટે આર્થિક વ્યવહારમાં પણ તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.આમ ટેરર ફંડીગ બાબતે પૂછપરછ માટે એનઆઈએના અધિકારી કાસકરને તાબામાં લઈ શકે છે.

Share Now