સુપ્રીમ કોર્ટે સપાના નેતા આઝામ ખાનને વચગાળાના જામીન આપ્યા

136

નવી િદલ્હી : સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાનને આજે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે.ઉત્તરપ્રદેશના રામપુરના પોલીસ સ્ટેશન સંલગ્ન એક કેસમાં તેમને જેલની સજા થઈ હતી.આઝમખાનને વચગાળાના જામીન મળ્યા બાદ તેમના પુત્ર અને સ્વારથી ધારાસભ્ય અબ્દુલ્લા આઝમે ટ્વીટ કરીને લખ્યું કે,‘સુપ્રીમ કોર્ટ જિંદાબાદ.’
આ ઉપરાંત,ગુરુવારે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપતા કહ્યું કે તમે પડતર કેસોમાં નીચલી કોર્ટથી નિયમિત જામીન મેળવો.નિયમિત જામીન મળવા સુધી વચગાળાના જામીન ચાલું રહેશે.અહીંયા નોંધવું રહ્યું કે આ મામલામાં સુપ્રીમ કોર્ટે પહેલાંથી જ સુનાવણી પૂર્ણ થઈ ચૂકી હતી અને જામીન અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.અહીંયા નોંધવું રહ્યું કે 80થી વધુ કેસોમાં આઝમખાન છેલ્લા 26 મહિનાથી સીતાપુર જેલમાં કેદ છે.એક પછી એક કેસ દાખલ થતા પરેશાન આઝામ ખાન માટે સુપ્રીમ કોર્ટનો વચગાળાના જામીનનો ચુકાદો રાહત આપનારો છે.

Share Now