બાઇક પર બે જણા પીછો કરે છે કહી રીક્ષા ચાલક વૃધ્ધાના 1.12 લાખના દાગીના ઉતરાવી રફુચક્કર

228

સુરત : તા.19 મે 2022,ગુરૂવાર સુરતના ભટાર રોડ પર રીક્ષામાં સવાર વૃધ્ધાને ચાલકે બાઇક પર તમારો કોઇ પીછો કરે છે એમ કહી 1.12 લાખના દાગીના ઉતરાવી રફુચક્કર થઇ જતા ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ભટાર રોડ પર કેબીષા એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય સુખીદેવી જૈઠમલ જૈને મંગળવારે સાંજે સાડી ખરીદી પ્રજાપતી બ્રહ્માકુમારી માર્ગ ખાતે આવેલા મરડીયા આરાધના ભવન પહેલા તે એકલા ઉભા હતા.ત્યારે એક રીક્ષા ચાલકે તેમની પાસે રીક્ષા ઉભી રાખી હતી અને આગળ ઉભેલી બાઈક ચાલક તથા તેમની પાછળ બેસેલો અજાણ્યો તમારી સોનાની ચેઈન અને હાથમાં પહેરેલા કંગન ઉતારી લેશે તેવું કહ્યું હતું.જેથી સુખીદેવીએ ચાલક પર ભરોસો કરી રીક્ષામાં બેસી ગયા હતા.પરંતુ ચાલકે ચાલુ રીક્ષામાં બાઈક ચાલક હજી પીછો કરે છેએમ કહી ચેઈન અને કંગન 1.12 લાખની મત્તાના ઉતરાવી લીધા હતા અને ચાલક વૃધ્ધાને ભટાર રોડ પર સાકાર-1 શોપીંગ સેન્ટરના રસ્તે ઉતારી ભાગી ગયો હતો.

Share Now