જાહેર અપીલ : બ્લાસ્ટમાં બંને આંખો ગુમાવી ચુકેલા કાકા અને ગંભીર ઇજા પામેલા ભત્રીજાને સારવાર માટે રૂપિયાની જરૂરત : જાહેર જનતા મદદનો ધોધ વહાવે

453

નવસારી : વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્નમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જયારે લગ્ન પ્રસંગમાં ભેટમાં મળેલા રમકડાને ચેક કરતા તેમા બ્લાસ્ટ થયો.જ્યારે ભેટમાં મળેલ રમકડાને ચાર્જ કરવા ગયા ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો.આ બ્લાસ્ટમાં 28 વર્ષીય વરરાજા લતેશ ગાવીત અને તેનો 3 વર્ષનો ભત્રીજો જીયાન ગાવીત ગંભીર રીતે ઘાયલ થયા છે.

વરરાજા લતેશ ગાવીતને હાથ,માથા અને મોઢા પર ગંભીર ઇજા થઈ છે.જબરદસ્ત થયેલા બ્લાસ્ટમાં લતેશનો ડાબા હાથનો પંજો કાંડામાંથી છૂટો પડી ગયો છે.બંને આંખોમાં પણ ગંભીર ઇજા થતાં નવસારીની આંખની હોસ્પિટલમાં રીફર કરાયો છે.આ ઉપરાંત તેના ભત્રીજા જિયાંશને પણ માથામાં ગંભીર ઇજા થતાં ખોપડીમાં ફેક્ચર થયું છે.આ ગીફ્ટ મોટી દિકરી સાથે લીવ ઇનમાં રહેતા પૂર્વ પ્રેમી કંબોયા રાજુ પટેલે મોકલાવી હતી.આ ઘટના બાદ પરિવારે વાંસદા પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે કાકા લતેશ ગાવિત સારવાર દરમ્યાન સંપૂર્ણપણે પોતાની બંને આખો ગુમાવી ચુક્યા છે જયારે ભત્રીજો જે નાનો બાળક છે એ ગંભીર રીતે ઘવાયો છે અને હાલ હોસ્પિટલમાં બંને સારવાર હેઠળ છે પરંતુ આગળની સર્જરી કે સારવાર કરાવવા સારું આ પરિવારને નાણાકીય સમસ્યા ઉભી થઇ છે જેથી તેમના અંગતજનો અને મિત્રો દ્વારા સોશ્યિલ મીડિયાના માધ્યમથી જાહેર જનતાને નાણાંકીય મદદ કરવા અપીલ કરાઈ છે.જે અંગેનો મેસજ નીચે મુજબ છે તો આથી પ્રબુદ્ધ નાગરિકોને જાહેર અપીલ અમારા અખબાર ”હિન્દુસ્તાન મિરર” ના તેમજ સોશ્યિલ મીડિયાના માધ્યમથી પણ કરીએ છીએ કે આવા દુઃખદ પ્રસંગમાં તમામ નાગરિકો યથાયોગ્ય રીતે આ કાકા અને તેમના ભત્રીજા જિયાંશને શક્ય હોઈ એટલી મદદ કરી માનવતા મહેકાવે અને સમાજની વહારે હર હંમેશ ખડેપગે ઉભા રહ્યા છે એમ સાથ સહકાર આપી સમાજ કલ્યાણના આવા અણધાર્યા પડાવમાં પીડિતની મદદ કરી એક સરસ દાખલો બેસાડે.

કાકા લતેશ ગાવિત અને ભત્રીજા જિયાંશ ગાવિતને તાત્કાલિક આર્થિક સહાયની જરૂરત હોઈ સર્વ સમાજના દાતાશ્રીઓ અને સુરત સહીત દક્ષિણ ગુજરાતના મોભીઓ આ કરુણ ઘટનાના ભોગ બનેલા બંને પીડિતોને સહાયરૂપ થાય એવી તમામને નમ્રભરી અપીલ. ડોનેશન આપવા કે ગુગલ પે મારફતે મદદ કરવા માંગતા હોવ તો નીચે માહિતી આપી છે જેના પર ગુગલ પે અથવા એ નંબર ઉપર ફોન કરી તમારી સહાય પહોંચાડી શકો છો.આ ભગીરથ કાર્યમાં સર્વ સમાજના લોકો મદદરૂપ થઇ એવી પ્રભુ મહાદેવને પ્રાથર્ના અને ઈજાગ્રસ્ત પીડિતો જલ્દી સાજા થઇ જાય તેમજ આ ઘટનાએ અંજામ આપનારા આરોપીઓને કડકમાં કડક સજા મળે એવી પ્રભુ ચરણોમાં સ્નેહાશીષ પ્રાથર્ના. જય હિન્દ ..

( ડોનેશન અને ગૂગલ પે માટે નીચેના નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી )

વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે લગ્ન દરમ્યાનજે ભેટ આપી હતી તેમાં ઘવાયેલા કાકા અને ભત્રીજાની વધુ સારવાર માટે ઘણા રૂપિયાની જરૂર પડી છે. મિત્રો …આવા સમયે ખરેખર ફૂલ નહીતો ફૂલની પાંખડી આપી માનવતા દર્શાવવી જોઈએ. ..સાચા અર્થમાં માનવ સેવા એજ પ્રભુ સેવાનો દાખલો આપવાની જરૂર છે….

આરોપીને કડકમાં કડક સજા કરે #GujaratPolice એવી Request #gujaratpoliceofficers
𝙹𝚒𝚢𝚊𝚗𝚜𝚑 𝚙𝚊𝚗𝚔𝚊𝚓𝚋𝚑𝚊𝚒 𝚐𝚊𝚗𝚟𝚒𝚝
𝙵𝚊𝚝𝚑𝚎𝚛: 𝚙𝚊𝚗𝚔𝚊𝚓𝚋𝚑𝚊𝚒 𝚋𝚑𝚊𝚒𝚔𝚞𝚋𝚑𝚊𝚒 𝚐𝚊𝚗𝚟𝚒𝚝
𝙰𝚝: 𝚖𝚒𝚗𝚍𝚑𝚊𝚋𝚊𝚛𝚒
𝚃𝚊: 𝚟𝚊𝚗𝚜𝚍𝚊
𝙳𝚒𝚜𝚝:𝚗𝚊𝚟𝚜𝚊𝚛𝚒 *

GOOGLE PAY Number :

7567757708

Share Now