ઈંધણની આવક ઘટતા સરકાર રૂ.1 લાખ કરોડનું દેવું કરશે

117

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જંગી ઘટાડો કરવાથી આવકમાં જે ઘટાડો થશે તે સંપૂર્ણ ~1 લાખ કરોડ(12.9 અબજ ડોલર)રકમનું સરકાર દેવું કરશે એટલે કે ઋણ પેટે આ રકમ લેશે તેવી સંભાવના છે.સૂત્રોએ કહ્યું હતું કે જીએસટીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને પર્સનલ ઈન્કમ ટેક્સની આવક પણ વધી છે.પરંતુ બીજી તરફ સરકારે ફૂડ અને ફર્ટિલાઈઝર પેટે ખાસ્સી સબસિડી આપી છે જેને કારણે બધુ સરભર થઈ જશે.આથી હવે પેટ્રોલ-ડીઝલમાં જે રાહત આપવામાં આવી છે તેને કારણે આવકમાં જે ઘટ પડશે તેની વ્યવસ્થા અલગથી કરવી પડશે તેના માટે સરકારે માર્કેટ બોરોઈંગમાં વધારો કરવો પડશે.સરકારનું દેવું સતત વધી રહ્યું છે તેને કારણે બોન્ડ માર્કેટ પર અસર થશે તેમ જણાય છે.છેલ્લાં એક મહિનામાં બોન્ડ યીલ્ડ ખાસ્સું વધી ગયું છે.રિઝર્લ બેન્ક રેકોર્ડ બ્રેક બોરોઈંગ યોજનાનું સંચાલન કરવા પ્રયાસ કરી રહી છે અને તેના ભાગરૂપે જ તેણે વ્યાજના દરમાં આ મહિને વધારો કરી દીધો છે.કેન્દ્ર સરકારે સતત વધતી મોંઘવારીથી લોકોને રાહત આપવા માટે પેટ્રોલના ભાવમાં લિટરદીઠ ~9.50નો અને ડીઝલમાં લિટરદીઠ ~7નો ઘટાડો કરી દીધો છે.આ ઉપરાંત કોકિંગ કોલની આયાત પરની ડ્યૂટી નાબુદ કરી દીધી છે.બીજી તરફ ગરીબો માટે રાંધણ ગેસ-એલપીજી પર અને ફર્ટિલાઈઝર પર સબસિડી વધારી છે.એક તરફ કોરોનાકાળ બાદ અર્થતંત્રને પાટા પર લાવવા માટે સરકારનું દેવું વધી રહ્યું છે ત્યારે જ ક્રૂડ ઓઈલની આ સમસ્યાને કારણે હવે સરકારનું દેવું વધશે.વ્યાજના દરમાં પણ વધારો થવાની સંભવના છે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર ~14.3 લાખ કરોડનું દેવું કરવાની યોજના બજેટમાં જ જાહેર કરી ચૂકી છે.સંપૂર્ણ બોરોઈંગ લોકલ કરન્સીમાં રહેશે,જેમાં બેન્ક અને વીમા કંપનીઓ સરકારના સોવરેન બોન્ડ્સ સૌથી વધુ ખરીદશે.બાર્કલેઝના ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ રાહુલ બજોરીયા જેવા એનલિસ્ટ્સે બજેટ ડેફિસિટના અંદાજ વધાર્યા છે.બજોરીયના મતે ડેફિસિટ ચાલુ વર્ષ જીડીપીના 6.9 ટકા રહેવાનો અંદાજ છે.સરકારે 6.4 ટકાનો અંદાજ આપ્યો છે.

Share Now