RBI ના લેખા જોખા : NBFC ના ધીરાણો સામે નારાજગી

283

મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)દ્વારા શુક્રવારે રજુ કરાયેલા નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ના વાર્ષિક નાણાં સંસ્થાઓ ખાસ કરીને નોન બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓ(એનબીએફસીસ)ની લથડતી જતી એસેટ કવોલિટીસ સામે પણ વાર્ષિક અહેવાલમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે.બેલેન્સ શીટસનું કદ વધારવા એનબીએેફસીસ જોખમી ધિરાણો તરફ વળી રહી છે.બીજી બાજુ નાણાં સંસ્થાઓ તથા બેન્કોમાં છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે,જે માટે બેન્કિંગ ક્ષેત્રમાં ટેકનોલોજીના વપરાશને પણ કારણભૂત માનવામાં આવે છે.અનિશ્ચિત વાતાવરણ વચ્ચે દેશની આર્થિક સ્થિતિને ટકાવી રાખવા ગયા નાણાં વર્ષમાં ગોલ્ડ રિઝર્વમાં વધારો કરવાનો વ્યૂહ અપનાવાયો હોવાનું પણ અહેવાલ પરથી જણાય છે.ગોલ્ડને એક સેફ હેવન એસેટસ હોવાથી તેમાં રોકાણ વધારવાની રિઝર્વ બેન્ક નીતિ ધરાવે છે.૨૦૨૧-૨૨ના નાણાં વર્ષમાં બેન્કો તથા નાણાં સંસ્થાઓ દ્વારા નોંધાયેલી છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થયો છે,પરંતુ ગેરરીતિમાં સંકળાયેલી રકમનો આંક અડધો રહ્યો હતો.૨૦૨૦-૨૧માં રૂપિયા ૧.૩૮ ટ્રિલિયનની રકમની છેતરપિંડી સામે ૨૦૨૧-૨૨ના નાણાં વર્ષમાં બેન્કો તથા નાણાં સંસ્થાઓમાં રૂપિયા ૬૦૪૧૪ કરોડની છેતરપિંડીની નોંધ થઈ હતી એમ રિઝર્વ બેન્કે તેના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે.૨૦૨૦-૨૧માં ગેરરીતિના ૭૩૫૯ કિસ્સાની સામે ગયા નાણાં વર્ષમાં કુલ ૯૧૦૩ કિસ્સા નોંધાયા હતા જે ૨૩.૭૦ ટકા વધારો દર્શાવે છે.રિઝર્વ બેન્કના ડેટામાં રૂપિયા એક લાખ કે તેથી વધુની રકમની છેતરપિંડીના કિસ્સાને આવરી લેવામાં આવે છે.છેલ્લા ત્રણ વર્ષના ડેટા પર નજર નાખવામાં આવતા જણાય છે કે ગેરરીતિના સૌથી વધુ કિસ્સા ખાનગી ક્ષેત્રની બેન્કોમાં નોંધાયા છે,જ્યારે રકમની દ્રષ્ટિએ જાહેર ક્ષેત્રની બેન્કોનો આંક ઊંચો રહ્યો છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.થયેલી ગેરરીતિમાં મૂલ્યની દ્રષ્ટિએ ૯૬ ટકા હિસ્સો લોન્સ મારફતની છેતરપિંડીનો રહ્યો છે.ગેરરીતિ થવાની તારીખ અને તે પકડી પાડવાની તારીખ વચ્ચે ઘણો જ લાંબો સમયગાળો જોવા મળ્યો છે.નાણાં વર્ષ ૨૦૨૨માં પકડાયેલી ગેરરીતિમાંથી દસ ટકાથી વધુ ગેરરીતિ તો દસ વર્ષ પહેલા જ થઈ ગઈ હતી.

બેન્કિંગ ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગમાં વધારો ગેરરીતિ વધવાનું એક કારણ છે.નાણાં વર્ષ ૨૦૨૨માં ગેરરીતિના નોંધાયેલા કુલ કિસ્સામાંથી ૪૦ ટકા કાર્ડસ તથા ઓનલાઈન ટ્રાન્ઝકશન્સને લગતા હતા.જો કે મૂલ્ય તથા સંખ્યાની દ્રષ્ટિએ લોન્સના સ્વરૂપમાં ગેરરીતિનો આંક સતત ઊંચો રહ્યો છે.તાજેતરના વૈશ્વિક નાણાંકીય આંચકાના સમયગાળામાં ગોલ્ડે એક સલામત એસેટ કલાસની ભૂમિકા ભજવી હતી.રિઝર્વ બેન્ક પાસેના કુલ ગોલ્ડનું મૂલ્ય ૩૦ ટકા વધી ગયા નાણાં વર્ષના અંતે રૂપિયા ૩.૨૨ લાખ કરોડ રહ્યું હતું એમ રિઝર્વ બેન્કના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે.ગોલ્ડના ભાવમાં વધારા તથા રિઝર્વ બેન્ક દ્વારા વધુ ખરીદીને કારણે મૂલ્યમાં વધારો જોવા મળ્યો છે.૭૬૦.૪૨ ટન્સના રિઝર્વમાંથી ૪૫૩.૫૨ ટન્સ ગોલ્ડ બેન્ક ઓફ ઈન્ગલેન્ડ તથા બેન્ક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટસ સમક્ષ જમા પડયું છે.જ્યારે ૨૯૫.૮૨ ટન્સ ગોલ્ડ ભારતમાં છે.દેશના કુલ ફોરેકસ રિઝર્વમાં ગોલ્ડ રિઝર્વનો હિસ્સો માર્ચ ૨૦૨૨ના અંતે વધીને ૭ ટકા રહ્યો હતો જેે ગયા વર્ષના સપ્ટેમ્બરના અંતે ૫.૮૮ ટકા હતો.

Share Now