UPSC રિઝલ્ટઃ ટોપ 3માં છોકરીઓએ બાજી મારી

192

નવી દિલ્હી : યુપીએસસીએ સોમવારે જાહેર કરેલા પરિણામોમાં પ્રથમ ત્રણ રેન્ક પર મહિલાઓનો દબદબો રહ્યો છે.ઇતિહાસની વિદ્યાર્થિની શ્રુતિ શર્મા સિવિલ સર્વિસિઝની ૨૦૨૧ની પરીક્ષામાં ટોપ પર રહી છે. અંકિતા અગ્રવાલ અને ગામિની સિંહ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા છે.આ પરીક્ષામાં કુલ ૬૮૫ ઉમેદવારો પાસ થયા છે.જેમાં ૫૦૮ પુરુષો અને ૧૭૭ મહિલાઓનો સમાવેશ થાય છે.કમીશને તેમના નામોની વિવિધ કેન્દ્રીય સેવાઓમાં નિમણૂક માટે ભલામણ કરી છે.

શ્રુતિ શર્મા દિલ્હી યુનિવર્સિટીમાં હિસ્ટરી(ઓનર્સ)ની વિદ્યાર્થીની છે અને તેણે ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે ઇતિહાસ લઇને ટોપ પર રહી છે.અગ્રવાલ પણ દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે અને તેણે પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશન્સનો વિષય લીધો છે.કોમ્યુટર સાયંસમાં બીટેક કરનાર સિંગલા ત્રીજા ક્રમે રહી છે.ઐશ્વર્ય વર્માએ ચોથો અને ઉત્કર્ષ દ્વિવેદીએ પાંચમો ક્રમ હાંસલ કર્યો છે.ટોપ ૨૫ ઉમેદવારોમાં ૧૫ પુરુષો અને ૧૦ મહિલાઓનો સમાવેશ થાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પરીક્ષા પાસ કરનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે કહ્યું હતું કે હું એ પણ જાણું છું કે જે લોકો પરીક્ષા પાસ કરી શક્યા નતી તે યુવાઓ પણ ઉત્કૃષ્ટ છે.તેઓ કોઇ અન્ય ક્ષેત્રમાં પ્રગતિ કરશે.

Share Now