કોરોના મહામારી પછી મોદી સરકારની લોકપ્રિયતા ટોચ પર પહોંચી

219

નવી િદલ્હી : કોરોના મહામારી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની લોકપ્રિયતા ઉચ્ચત્તમ સ્તરે પહોંચી છે.કેન્દ્ર સરકારની એપ્રૂવલ રેટિંગમાં વધારો થયો છે.જોકે,આ દરમિયાન લોકોએ જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી થવા અને બેરોજગારીને લઈને ચિંતા વ્યક્ત કરી છે.નરેન્દ્ર મોદી સરકારના કામકાજને લઈને તાજા સર્વેમાં આ હકીકત સામે આવી છે.લોકલ સર્કલ્સ તરફથી કરાયેલા એક સર્વેમાં 67 ટકા લોકોએ માન્યું કે મોદી સરકાર દ્વિતીય કાર્યકાળમાં અપેક્ષાઓ અનુસાર કામ કરી રહી છે,અથવા આશાઓ કરતા વધુ સારું કામ કર્યું છે.આ સર્વેમાં 64000 લોકોએ ભાગ લીધો હતો.અહીંયા નોંધવું રહ્યું કે ગત વર્ષે કોરોના કાળની દ્વિતીય લહેરના સંકટ વખતે પણ મોદી સરકારના કામકાજથી 51 લોકો સંતુષ્ટ હતા.

આ રીતે મોદી સરકારના એપ્રૂવલ રેટિંગમાં આ મોટો ઊછાળો છે,જ્યારે સર્વેમાં સામેલ બે તૃતીયાંશ લોકોએ મોદી સરકારના કામકાજના વખાણ કર્યા છે.ગત વર્ષે કોરોના કાળની દ્વિતીય લહેરમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા અને હોસ્પિટલમાં ઓક્સિજનની કમી તથા બેડ્સની અછત જોવા મળી હતી.દિલ્હી,યુપી,મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં આવી જ સ્થિતિ હતી.કોરોના મહામારીના આરંભના સમયમાં મોદી સરકારની એપ્રૂવલ રેટિંગ 62 ટકા જ હતી.આ રીતે કોરોના કાળના શરૂઆતથી હમણાં સુધી મોદી સરકારની આ એપ્રૂવલ રેટિંગ સૌથી વધુ છે.સરેવમાં સામેલ લોકોએ કહ્યું કે સરકાર કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવામાં સફળ રહી છે અને અર્થવ્યવસ્થાને સંભાળવાનું પણ કામ કર્યું છે.જોકે,બેરોજગારી દર સતત 7 ટકા રહેતા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે.સર્વેમાં સામેલ 47 લોકોએ માન્યું કે ભારત સરકાર બેરોજગારીના મુદ્દાને પહોંચી વળવામાં નિષ્ફળ રહી છે.જોકે,આ દરમિયાન લોકોએ બેરોજગારીને કાબુમાં લેવામાં સરકારના પ્રયાસોને આવકાર્યા છે.સર્વેમાં સામેલ 37 ટકા લોકોએ કહ્યું કે મોદી સરકારની નીતિ બેરોજગારીને કાબુમાં લેવા માટે અસરકારક રહી છે.મોદી સરકારની એપ્રૂવલ રેટિંગમાં એવા સમયે વધારો થયો છે,જ્યારે તાજેતરમાં આવેલા રિટેલ મોંઘવારી દરના આંકડાઓ 8 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે.ત્યારબાદ મોદી સરકારે ખાદ્ય ચીજવસ્તુઓની કીંમતો અંકુશમાં રાખવા માટે ઘઉં તથા ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Share Now