સુરત : સુરતના રામનગર વિસ્તારમાં પિયરમાં રહેતી એક પુત્રીની માતાને સોશ્યિલ મિડીયા થકી લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી શરીરસંબંધ બાંધ્યા બાદ પતિ સાથે છુટાછેડા લેવડાવી અન્ય યુવતી સાથે લગ્ન કરી તરછોડી દેનાર અડાજણના યુવાન વિરૂધ્ધ રાંદેર પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે.શહેરના રામનગર વિસ્તારમાં માતા-પિતા સાથે 1રહેતી એક પુત્રીની માતા ભાવિકા(ઉ.વ.29 નામ બદલ્યું છે) ના વર્ષ 2011 માં લગ્ન થયા હતા.પતિ સાથે મનમેળ નહીં હોવાથી પિયરમાં ભાવિકાનો વર્ષ 2019 માં સ્નેપ ચેટ અને ફેસુબક પર ચિરાગ મણીલાલ પટેલ(રહે.41,સાવન રો હાઉસ,સૌરભ પોલીસ ચોકી પાસે,અડાજણ)સાથે મિત્રતા અને ત્યાર બાદ પ્રેમસંબંધ બંધાયો હતો.પતિ સાથે મનમેળ નહીં હોવાથી ભાવિકાને ચિરાગે પતિથી છુટાછેડા અપાવવા અને લગ્ન કરવાની લાલચ આપી જાન્યુઆરી 2020 માં સરોલી ખાતે સાંઇબાબાના મંદિરમાં ભાવિકાને ચિરાગે મંગળસૂત્ર પહેરાવી આજથી આપણે પતિ-પત્ની છે,આપણે સમાજ વચ્ચે પતિ-પત્ની તરીકે આવશું નહીં.
પરંતુ તારા છુટાછેડા થયા બાદ હું તારી સાથે લગ્ન કરીશ અને સમાજમાં લઇ જઇશ એમ કહ્યું હતું.દરમિયાનમાં ચિરાગે ભાવિકાને અર્જન્ટ કામ છે કહી પોતાના ઘરે બોલાવી પરિવારના સભ્યોની ગેરહાજરીમાં ભાવિકા સાથે જબરજસ્તી શરીરસંબંધ બાંધ્યા હતા.જેથી ભાવિકાએ મળવાનો ઇન્કાર કરી દેતા ચિરાગે આપણા સંબંધનો વિડીયો ઉતાર્યો છે,હું તને બહુ પ્રેમ કરૂ છું એમ કહી લલચાવીને વિશ્વાસ કેળવી લીધો હતો.ત્યાર બાદ ચિરાગ ભાવિકાને અલથાણની બ્લુ હેવન હોટલ,અમદાવાદની ઓર્ચીડ હોટલ,સાપુતારા સહિત અલગ-અલગ ઠેકાણે ફરવા લઇ જઇ શરીરસંબંધ બાંધ્યા હતા અને ટુક્ડે-ટુક્ડે રૂ.90 હજારથી વધુ પડાવી લીધા હતા.આ ઉપરાંત ચિરાગે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા અને તેની માતા બીના પટેલ અને માસીના દીકરા હિરેન પટેલે ભાવિકાને ધાક-ધમકી આપતા છેવટે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.