હાઈ ટાઈડ, ભારે વરસાદ વિશે 3 કલાક અગાઉ ચેતવણી મળી જશે

109

મુંબઈ : આ વર્ષે મુંબઈમાં ૧૦૩ ટકા વરસાદ થવાની ધારણા છે.જોકે,આગામી ચોમાસામાં કોઈ પણ સમસ્યાને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકા સજ્જ થઈ ગઈ છે.દર વર્ષની જેમ ચોમાસા પહેલા જરૃરી સફાઈના કામો કરવામાં આવ્યા છે.વરસાદી સિઝનમાં અને ચોમાસા પછી પણ કામગીરી કરવામાં આવશે.એમ પાલિકાના એડિશનલ કમિશનર કમિશનર વેલારાસુએ જણાવ્યું હતું.મુંબઈમાં દર વર્ષે ૨,૦૦૦ થી ૨,૨૦૦ મી.મી.વરસાદ પડે છે.એક જ સમયે ભારે વરસાદ અને ઊંચી ભરતીના કિસ્સામાં,મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો સંગ્રહ થાય છે.જોકે,એડિશનલ કમિશનરે દાવો કર્યો છે કે,પાલિકાએ ચોમાસામાં સમસ્યાને પહોંચી વળવા વિવિધ પગલાં લીધા છે.

દરિયામાં ૨૨ દિવસની ઊંચી ભરતી છે.જમાંઆ વર્ષે જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિના દરમિયાન દરિયામાં ૨૨ દિવસ હાઈ ટાઈડ રહેશે.પરિણામે દરિયામાં સાડા ચાર ફૂટથી વધુ ઊંચાઈના મોજા ઉછળવાની આશંકા છે.આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ વરસે તો મુંબઈ જળબંબાકાર બની શકે છે.તે લોકોના જીવનને વધુ કે ઓછી અસર કરે છે.મહા પાલિકાની તૈયારી હાઈટાઈડના ૨૨ દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ૯૪ લાઈફગાર્ડ ૬ રેસ્ક્યુ બોટ,૧૨ કાયક,૪૨ લાઈફ જેકેટ,૪૨ ઈન્ફ્લેટેબલ જેકેટ,૧૦ રીંગ બોય કોલાબા,વરલી,મલાડ,માનખુર્દ અને ઘાટકોપર ખાતે પાંચ નેવલ રેસ્ક્યૂ ટીમ તૈનાત કરવામાં આવી છે.અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એનડીઆરએફની ૩ ટીમો સૈન્યના ૫૦૦ જવાનો તથા ૨૦ લાઈફ રાઈટ્સ એલર્ટ મોડ પર ૬૦ લાઇન્સની સુવિધા સાથે ફોન નંબર ૧૯૧૬ નાગરિકો માટે કટોકટીની સહાય હેમ રેડિયો નેટવર્ક નદીઓ અને સરોવરોમાં વધતા પાણીના સ્તરને શોધવા માટે’રડાર લેવલ ટ્રાન્સમીટર’હિંદમાતા,હજિયાલી,લવગ્રોવ,ક્લેવલેન્ડ,બ્રિટાનિયા,ઇરલા અને ગઝધરબંધ ખાતે મોટી ક્ષમતાના પમ્પિંગ સ્ટેશન સહિત ૪૭૭ સ્થળોએ પાણી ઉલેચવા પંપ

Share Now