16 જ મહિનાની બાળકીને દારૃ પીવડાવીને બળાત્કાર કરી હત્યાના કેસમાં માતા-પિતાને ફાંસીની સજા

107

મુંબઈ : માત્ર સોળ મહિનાની ની પુત્રીને દારૃ પીવડાવીને તેના પર બળાત્કાર કરીને હત્યા કરવાના કેસમાં પતિ અને પત્નીને સોલાપુર જિલ્લા કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.મૂળ રાજસ્થાનના વતની એવા આરોપી ધોલારામ બિશ્નોઈ(૨૬),પુનીકુમારી બિશ્નોઈ(૨૦)ને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.કેસની વિગત અનુસાર ત્રીજી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ બાળકીને ધોલારામ બિશ્નોઈ પોતાના ઘરમાં જ દારૃ પીવડાવ્યો હતો.તેના પર કુદરતી અને અપ્રાકૃતિક રીતે અત્યાચાર કર્યો હતો.આથી ગંભીર રીતે ઘવાયેલી બાળકી રડવા લાગી હતી.આખી ઓઢણીની મદદથી તેનું ગળું ઘોંટીને હત્યા કરવામાં અવા ીહતી.આ કૃત્યમાં પત્ની પીનકુમારીએ પણ મદદ કરી હતી.

બંને જણે ઘટનાની માહિતી કોઈને પણ આપ્યા વિના બાળકીના મૃતદેહનો નિકાલ કરવા સિકંદરાબાદથી રાજસ્થાન જઈ રહ્યા હતા.સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ પર પ્રવાસીઓને શંકા પડી હતી.વાડી ખાતે ડોક્ટર અને પોલીસ ફોર્સ હાજર ન હોવાથી બંનેને સોલાપુર ખાતેના રેલવે સ્ટેશને મોકલવામાં આવ્યા હતા.સોલાપુરમાં બંનેને નીચે ઉતારીને ડોક્ટર મારફત તપાસણી કરવામાં અવાતાં બાળકી મૃત હોવાનું જણાયું હતું.પોસ્ટમોર્ટમમાં બાળકી પર બળાત્કાર કરીને તેનું ગળું દાબવામાં આવ્યું હોવાનું સાબિત થયું હતું.આ પ્રકરણે હત્યા અને બળાત્કાર તથા પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આખા કેસમાં ૩૧ સાક્ષીદારોના નિવેદન તપાસવામાં આવ્યા હતા.છ દિવસમાં જ સુનાવણી પૂર્ણઃ નેપાળથી વિડિયો કોન્ફરન્સિંગથી સાક્ષી પૂરાવી

એપ્રિલ ૨૬,૨૦૦૨૨ના રોજ કોર્ટમાં સુનાવણી શરૃ થઈ હતી જે છઠ્ઠી મે ૨૦૨૨ સુધી ચાલી હતી.છ દિવસમાં સરકાર તરફથી સિકંદરાબાદ,વાડી,સોલાપુર,રાજસ્થાન અને નેપાળ ખાતેના કુલ ૩૧ સાક્ષીદાર તપાસવામાં આવ્યા હતા.નેપાળના સાક્ષીદારનું નિવેદન વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તપાસવામાં આવ્યું હતું.આ કેસ અનોખો હોવાથી ૧૬ મહિનાની બાળકી પર બળાત્કાર કરવોએ પાશવી કૃત્ય હોવાનું નોંધીને આરોપીને ફાંસીની સજા કરવાની માગણી સરકારી વકિલ તરફથી કરવામાં આવી હતી.

Share Now