‘એમ્બર હર્ડ 10 મિલિયનનો દંડ ભરી શકશે નહીં’ જોની ડેપની જીત બાદ ઉઠાવી શકે છે આ પગલું…

147

વોંશિગ્ટન : તા. 03 જૂન 2022, શુક્રવાર : વર્ષ 2018થી ચાલી રહેલા હોલીવુડ સ્ટાર જોની ડેપ અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ વચ્ચેના હાઈપ્રોફાઈલ માનહાનિ કેસમાં આખરે ચુકાદો આવી ગયો છે. બુધવારે 7 સભ્યોની જ્યુરીએ આ કેસમાં બંનેને દોષિત ઠેરવ્યા હતા. જો કે,હર્ડને વધુ દોષિત ઠરતા તેને ડેપને 15 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે.આ સાથે કોર્ટે ડેપને હર્ડને 2 મિલિયન ડોલર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.જો કે,કોર્ટના નિર્ણય બાદ અભિનેત્રીના વકીલે ગુરૂવારે કહ્યું હતું કે, હર્ડ પોતાના પૂર્વ પતિ જોની ડેપને 10 મિલિયનનું નુકસાન ચૂકવવામાં અસમર્થ છે.એમ્બર હર્ડના વકીલે કહ્યું હતું કે,તે બિલકુલ ચૂકવણી નહીં કરે.તેમણે વધુમાં કહ્યું હતું કે,તે’એક્વામેન’સ્ટારના આ નિર્ણય સામે અપીલ કરવા માંગે છે અને આ માટે કેટલાક મજબૂત આધારો છે.

તમને જણાવી દઈએ કે,58 વર્ષીય ડેપ જે 2020માં લંડનમાં બ્રિટિશ ટેબ્લોઈડ ધ સન સામે એક માનહાનિ કેસ હારી ગયો હતો. જેમાં તેણે’વાઈફ બીટર'(પત્નીને મારનાર)કહેવામાં આવ્યો હતો અને હવે તે આ કેસ જીતી ગયો છે.તેથી તે ખૂબ ખુશ જોવા મળી રહ્યો છે જ્યારે ભૂતપૂર્વ પત્ની હર્ડ તદ્દન તૂટેલી લાગણી અનુભવી રહી છે.તમને જણાવી દઈએ કે,ડેપે ડિસેમ્બર 2018માં ધ વોશિંગ્ટન પોસ્ટ માટે હર્ડ દ્વારા લખેલા એક લેખ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.જેમાં હાર્ડે પોતાને’ઘરેલુ હિંસાનું પ્રતિનિધિત્વ કરતી સેલિબ્રિટી’તરીકે વર્ણવ્યું હતું.ટેક્સાસમાં જન્મેલા હર્ડે લેખમાં ડેપનું નામ નહોતુ લીધું પરંતુ ડેપે તેના પર દાવો કર્યો હતો કે તે એક ખરાબ વ્યક્તિ છે અને તેણે 50 મિલિયન ડોલરના નુકસાનની માંગ કરી હતી.ડેપના જવાબમાં 36 વર્ષીય હર્ડે 100 મિલિયન ડોલરનો કાઉન્ટર દાવો કર્યો છે.ડેપના એટર્ની એડમ વોલ્ડમેનના નિવેદનો દ્વારા હર્ડને બદનામ કરવામાં આવ્યો હતો.જેમણે ડેલી મેલને જણાવ્યું હતું કે,તેમના દુરૂપયોગના દાવાઓ છેતરપિંડીપૂર્ણ હતા.

Share Now