સત્યેન્દ્ર જૈનના ઘરે EDના દરોડા, મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસનો ધમધમાટ

134

નવી દિલ્હી : 06 જૂન 2022,સોમવાર : દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી રહી છે.સોમવરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ તેમના ઠેકાણા(રહેઠાણ) પર દરોડા પાડ્યા છે.EDએ કોલકાતા સ્થિત કંપની સાથે સંકળાયેલા હવાલા વ્યવહારોના કેસમાં આ કાર્યવાહી કરી હતી.હાલમાં સત્યેન્દ્ર જૈન 9 જૂન સુધી EDની કસ્ટડીમાં છે.મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 30 મેના રોજ જૈનની ધરપકડ કરવામાં આવી હતી.દિલ્હી હાઈકોર્ટે રવિવારે મંત્રી સત્યેન્દ્ર જૈનની પૂછપરછ દરમિયાન વકીલની હાજરીની મંજૂરી આપતા ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી.

તમને જણાવી દઈએ કે,EDએ આરોપ લગાવ્યો છે કે,જૈનના નજીકના લોકો કેટલીક કંપનીઓ સાથે સંબંધ ધરાવે છે જેની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે.24મી ઓગસ્ટ 2017ના રોજ નોંધાયેલા કેસમાં આરોપ છે કે સત્યેન્દ્ર જૈને જાહેર સેવક હોવા છતાં હવાલા દ્વારા 4.81 કરોડ રૂપિયા મેળવ્યા હતા.EDની આ કાર્યવાહી એવા સમયે કરી છે જ્યારે દિલ્હીના મંત્રીની ધરપકડને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય વિવાદ ચાલી રહ્યો છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગયા અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને AAPના તમામ નેતાઓની ધરપકડ કરવા જણાવ્યું હતું.તેમણે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.

Share Now