કોરોનાગ્રસ્ત સોનિયા ગાંધીએ ED સમક્ષ હાજર થવા વધુ સમય માગ્યો

98

નવી િદલ્હી : કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મની લોન્ડરિંગ કેસમાં હાજર થવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)પાસે વધુ સમયની માગણી કરી છે.તેઓ કોરોનામાં સપડાયા હોવાથી નિયત તારીખે હાજર થઇ શકે તેમ નથી.પાર્ટીના સુત્રોએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી ગુરુવારે જ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા.તેઓ હજી પણ તેમાંથી સાજા થયા નથી અને તેમનો તાજેતરનો રિપોર્ટ કોવિડ-નેગેટિવ નથી. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર-એજેએલ મામલા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં આઠમી જૂને ઇડી સમક્ષ હાજર થવાના હતા.તેમની સાથે રાહુલ ગાંધીને ૧૩ જૂને હાજર થવાનું તેડું મોકલાયું છે.રાહુલને બીજી જૂને હાજર થવાનું કહેવાયું હતું.પરંતુ તેઓ દેશની બહાર હોવાથી તેમણે વધુ સમયની માગણી કરી હતી.હવે ઇડીએ તેમને ૧૩ જૂને હાજર થવા સૂચના આપી છે.

Share Now