સરકારની ખરીદી 54 ટકા ઘટતા ઘઉંનું સંકટ સર્જાવાની શક્યતા

116

નવી િદલ્હી : કેન્દ્ર સરકારની ઘઉંની ખરીદી ગત વર્ષની તુલનામાં હમણા સુધી 53 ટકાથી ઘટીને 182 લાખ ટન રહી ગઈ છે.તેનું મુખ્ય કારણ નિકાસ માટે ખાનગી વેપારીઓ દ્વારા ઘઉંની ઝડપથી ખરીદી કરાઈ છે.આ ખરીદી સામાન્ય રીતે જૂન સુધી સમાપ્ત થઈ જાય છે.ગત વર્ષે આ ગાળામાં સૌથી વધુ 433.44 લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી.પીડીએસ અને અન્ય વેલ્ફેર યોજના હેઠળની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સરકારી ઉપક્રમ એફસીઆઈ અને રાજ્ય પુરવઠા એજન્સીઓ એમએસપી પર આ અનાજ ખરીદે છે.

ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો અને નિકાસમાં વૃદ્ધિને કારણે વર્તમાન વર્ષ માટે ઘઉં ખરીદી લક્ષ્ય 195 લાખ ટન કરવામાં આવ્યું હતું,જે પહેલા 444 લાખ ટન હતું.સરકારી સૂત્રોના કહેવા અનુસાર પંજાબ,હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના તમામ પ્રમુખ ઉત્પાદક રાજ્યોમાં સરકારી એજન્સીઓ દ્વારા ઘઉંની ખરીદી ઓછી રહી છે.વર્ષ 2022-23માં સરકારી ઘઉંની ખરીદી ઘટીને 96 લાખ ટન રહી ગઈ,જ્યારે એક વર્ષ પહેલા આ 132 લાખ ટન રહી હતી.આ જ રીતે હરિયાણામાં ઘઉંની ખરીદી 84 લાખ ટનથી ઘટીને 40 લાખ ટન રહી ગઈ,જ્યારે મધ્યપ્રદેશમાં આ સમયગાળા દરમિયાન ખરીદી પહેલાના 118 લાખ ટનથી ઘટીને 42 લાખ ટન રહી ગઈ હતી.

નવી દિલ્હી ઃ ભારત સરકાર ટૂંક સમયમાં વેપારીઓને લગભગ 1.2 મિલિયન ટન ઘઉં બહાર મોકલવાની મંજૂરી આપી શકે છે.અહીંયા નોંધવું રહ્યું કે ભારત સરકારે ગત મહિને અનાજની નિકાસ પર અચાનક પ્રતિબંધ મૂકી દીધો હતો,ત્યારબાદ બંદરો પર મોટી સંખ્યામાં અનાજનો જથ્થો ફસાઈ ગયો હતો.આ બાબતની જાણકારી રાખનાર નિષ્ણાતોનું કહેવું છે કે સરકાર દ્વારા 1.2 મિલિયન ટન ઘઉંની નિકાસની મંજૂરી બાદ પણ,લગભગ 500000 ટન ઘઉંનો જથ્થો બંદરો પર પડ્યો રહેશે.કારણ કે કેટલાક વેપારીઓ નિકાસન પરમિટ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

Share Now