તાપી નદીના પાળા બનાવવા મલ્ટીપલ ઉપયોગ થાય તેવી ડિઝાઇન બનશે

138

સુરત : સુરતમાં હાલમાં જ તાપી નદીમાં બેરેજની કામગીરીના કામનો વર્ક ઓર્ડર આપી દેવાયો છે.કેટલાક સર્વે બાદ બેરેજ માટેની સ્થળ પર કામગીરી શરૂ કરવામાં આવશે,આ કામગીરી શરુ થાય તે પહેલા તાપી નદી પર કેટલીક જગ્યાએ પાળા નથી તે જગ્યાએ પહેલાં પાળા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.જો પાળા ન બને અને બેરેજની કામગીરી શરૂ થઈ જાય તો તાપી નદીમાં પાણી છોડવામાં આવે તો સૌથી પહેલાં બદ્રીનારાયણ મંદિર,સ્વામિનારાયણ મંદિર સહિત અડાજણ વિસ્તારમાં પાળા ન હોય રાંદેર ઝોન વિસ્તારમાં પાણી પ્રવેશી શકે તેમ છે.તેને ધ્યાનમાં રાખીને બેરેજ પહેલા પાળા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ હતું,બેરેજની કામગીરી પહેલાં પાળા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.આ માટે પાલિકા આયોજન કરી રહી છે જોકે,તાપી નદી પર પાળા બનાવવા માટે અલગ પ્રકારની ડિઝાઇન માટે વિચારણા થઈ રહી છે.માત્ર પ્રોટેક્શન વોલ જેવા પાળા બનાવવાના બદલે ત્રણ લેયરમાં પાળા બનાવવા માટે વિચારણા થઈ રહી છે.આ પાળાની જગ્યાનો ઉપયોગ લોકોના મનોરંજન માટે કરવા સાથે સાથે હળવા વાહનોનો વાહન વ્યવહાર ઉપરાંત બ્યુટીફીકેશન ની કામગીરી પણ કરવામાં આવશે.આગામી દિવસોમાં આ ડિઝાઇન પર વિચારણા કરીને પાળાની કામગીરી હાથ ધરવામાં આવશે

Share Now