વેડ દરવાજા ખાતે ટ્રેન્ચની કામગીરી બાકી : રાજમાર્ગ પર : પુરાય તો વરસાદમાં મુશ્કેલી સર્જાશે ખોદાયેલા ખાડા

130

સુરત : સુરતમાં રોડ,ટ્રેન્ચના કામો પુર્ણ કરી દેવા માટે ડેડલાઇન આપવામાં આવી હોવા છતા સેન્ટ્રલ ઝોનમાં હજુ કામગીરી પુર્ણ થઇ નથી.મ્યુનિ.કમિશ્નરે જ આદેશ આપ્યો હતો અને આજે તેમને ખુદ અધુરી કામગીરી જોવા મળી હતી.સુરતમાં ચોમાસાની વહેલી શરૂઆત થાય તે માટે પાલિકા કમિશનરે આદેશ આપીને રસ્તાના ખોદાણ વહેલા બંધ કરવા સાથે રોડ રિપેર અને ટ્રેન્ચ ની કામગીરી ૬ જૂન પહેલાં પૂરી કરવા માટે આદેશ કયી હતો.કમિશનરનો આદેશ બાદ આજે પણ સેન્ટ્રલ ઝોનના વેડ દરવાજા ખાતે ટ્રેન્ચ રીપેરીંગ કરવાની કામગીરી બાકી છે.કમિશ્નરે જાતે આજે આ કામગીરી જોયા બાદ અકળાયા હતા.અને કામગીરી તાકીદે પુર્ણ નહી કરાય તો નોટિસ આપવાની ચીમકી આપી હતી.શહેરના રાજમાર્ગ ઉપર પણ ખોદાયેલા ખાડા જોખમી બને તેમ છે.કામગીરી પુર્ણ નહી થાય અને વરસાદ પડશે તો લોકોની મુશ્કેલીમાં વધારો થશે

Share Now