દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, 10 વર્ષ બાદ 25 દિવસ સુધી 42 ડિગ્રી તાપમાન રહ્યું

121

નવી દિલ્હી : તા.13 જૂન 2022,સોમવાર : રાજધાની દિલ્હીમાં આ વખતે લોકોએ ભીષણ ગરમીનો સામનો કર્યો છે.આ વર્ષે ગરમી નવો રેકોર્ડ બનાવી રહી છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આ મોસમમાં અત્યાર સુધીમાં 25 દિવસ એવા રહ્યા છે જ્યારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધારે નોંધાયું છે.વર્ષ 2012 બાદ આ સૌથી લાંબો સમયગાળો છે જ્યારે દિલ્હીમાં તાપમાન આટલું વધારે નોંધાયું છે.1997થી લઈને અત્યાર સુધી સતત વધારો થઈ રહ્યો છે IMDના આંકડા પ્રમાણે આ અગાઉ દિલ્હી શહેરમાં 2012માં 30 દિવસ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધારે રહ્યું હતું જ્યારે 2012માં આ સમયગાળો 35 દિવસનો રહ્યો હતો.રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે એવા 6 દિવસ અને 2020માં આવા 3 દિવસ હતા.આ પહેલાની વાત કરીએ તો 1997માં માત્ર બે દિવસ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધારે રહ્યું હતું.

આંકડા પ્રમાણે 2019માં 16 દિવસ,2018માં 19 દિવસ,2017 અને 2016માં 15 દિવસ,2015માં 18 દિવસ,2014માં 15 દિવસ અને 2013માં 17 દિવસ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાયું હતું,જ્યારે વર્ષ 1953,1954 અને 1971માં આવો એક પણ દિવસ નહોતો.તમને જણાવી દઈએ કે,આ વખતે દેશમાં ઉનાળાનું આગમન વહેલું થઈ ગયું હતું.દિલ્હીમાં આ વર્ષનો એપ્રિલ મહિનો 1951 બાદ સૌથી ગરમ રહ્યો હતો.આ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Share Now