અડાજણના વેપારીએ ઓનલાઇન ઓલા સ્કૂટર બુકીંગ કરાવવા જતા રૂ. 1.19 લાખ ગુમાવ્યા

140

સુરત : તા.23 જુન 2022,ગુરૂવાર : અડાજણના દુકાનદારે ઓનલાઇન સર્ચ કરી ઓલા સ્કૂટર બુકીંગ કરાવવા જતા ભેજાબાજે ઓલા સ્કૂટરના મેનેજર તરીકે ઓળખ આપી રૂ.1.19 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ રાંદેર પોલીસમાં નોંધાય છે.

અડાજણના રૂષભ ચાર રસ્તા ખાતે સુપર સોલ્ટ નામે દુકાન ધરાવતા મો.આમીર મો. ઇલ્યાસ મેમણ(ઉ.વ. 25 રહે. 701, પર્લ હાઇટ્સ, રાંદેર રોડ)એ એપ્રિલ મહિનામાં ઇ સ્કૂટર ખરીદવા ગુગલ પર સર્ચ કરી તેમાં જણાવેલા નંબર પર કોલ કર્યો હતો. કોલ રિસીવ કરનારે પોતાની ઓળખ ઓલ કંપનીના મેનેજર ગુરપ્રીતસિંઘ મોહનસિંઘ તરીકે આપી ઓલા સ્કૂટરની કિંમત રૂ.90 હજાર અને રૂ.20 હજાર સબસિડી મળશે એમ કહી બુકીંગ એપ્રૃવલ પેટે રૂ.20 હજાર અને એડવાન્સ પેટે રૂ.35 હજાર તથા અલગ-અલગ ચાર્જીસ મળી બીજા રૂ.54 હજાર અને ટ્રાન્સપોર્ટ ખર્ચ પેટે રૂ.10,500 ટ્રાન્સફર કરાવ્યા હતા.ગુરપ્રીતસિંઘે કોલ કરી તા.2 મે ના રોજ ટ્રાન્સપોર્ટમાં ગાડી નીકળી ગઇ છે તેવું કહ્યા બાદ ટ્રાન્સપોર્ટના ટ્રક ડ્રાઇવરનો નંબર આપ્યો હતો.જેનો સંર્પક કરતા તેણે ગાડી પોલીસે જમા લઇ લીધી છે અને છોડાવવા રૂ.15 હજારની માંગણી કરી હતી.જેથી આમીરને શંકા જતા તેણે રૂ.15 હજાર આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

Share Now