ડીએચએફએલ પાસેથી ૧૪,૬૮૩ કરોડ રૂપિયા મેળવનાર નવ કંપનીઓ સામે પણ કાર્યવાહી

117

જે પૈકી પાંચ સુધાકર શેટ્ટીની સહાના ગ્રુપની હતી તો બાકી ચાર અન્યોની હતી તપાસ એજન્સી સીબીઆઇના જણાવ્યા પ્રમાણે દીવાન હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડ(ડીએચએફએલ)ના તત્કાલીન ચૅરમૅન-કમ-મૅનેજિંગ ડિરેક્ટર કપિલ વાધવાન,ડિરેક્ટર ધીરજ વાધવાન અને બિઝનેસમૅન સુધાકર શેટ્ટી દ્વારા નવ રિયલ એસ્ટેટ ફર્મમાં કુલ ૧૪,૬૮૩ કરોડ રૂપિયા કથિત રીતે ડાઇવર્ટ કરાયા હતા,જે પૈકી પાંચ સુધાકર શેટ્ટીની સહાના ગ્રુપની હતી તો બાકી ચાર અન્યોની હતી.

કુલ ૩૪,૬૧૫ કરોડ રૂપિયાના ડીએચએફએલના કૌભાંડમાં બહાર આવ્યું હતું કે આ કંપનીઓને આ નાણાં ખોટી રીતે કપિલ વાધવાન અને ધીરજ વાધવાનની સૂચનાથી ફાળવાયાં હતાં.યુનિયન બૅન્કે આ મામલે સીબીઆઇનો સંપર્ક કર્યો હતો.ડીએચએફએલ દ્વારા બૅન્કો પાસેથી મેળવેલી ૪૨,૮૭૧ કરોડ રૂપિયાની લોન તેમ જ અન્ય રકમનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Share Now