મુંબઈ : તા.24 જૂન 2022,શુક્રવાર : આ એ સમયની વાત છે જ્યારે 1992માં હીરો તરીકે અમિતાભ બચ્ચનની ખૂદાગવાહ પોતાની હાજરી નોંધાવી રહી હતી.બચ્ચન બોક્સ ઓફિસ પર જામી ગયા હતા પરંતુ મુખ્ય હીરો તરીકેનો તેમનો યુગ સમાપ્ત થવાનો હતો.આમિર અને સલમાન ખાન કયામત સે કયામત તક અને મેને પ્યાર કિયા દ્વારા ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ચૂક્યા હતા.એટલે કે,નવી અને જૂનીની વચ્ચે જે જગ્યા હોય છે તે ખાલી હતી.તે જ સમયે નવા નિર્દેશક રાજ કંવરએ નિર્માતા ગુડ્ડૂ ધનોયા સાથે મળીને પોતાની પ્રથમ ફિલ્મ દિવાના બનાવવાનું વિચાર્યું હતું.ત્યારના રોમેન્ટિક હીરો ઋષિ કપૂર અને નવી સનસની દિવ્યા ભારતીની સાથે.બીજો હીરો હતો અરમાન કોહલી.આ ફિલ્મ 25 જૂન 1992ના રોજ રિલીઝ થઈ હતી
આમ તો દિવાના દિવ્યા ભારતીની કહાની છે-એક છોકરી જેની જિદંગીમાં અનેક દુર્ઘટના બને છે અને જિદંગી કેવી રીતે તેને અલગ દિશામાં લઈ જાય છે.ક્યારેક તેમની ઈચ્છાથી તો ક્યારેક તેની ઈચ્છા વિરુદ્ધ.
બીજા હીરોનો રોલ જે અરમાન કોહલીનો હતો પરંતુ અરમાન કોહલીએ ફિલ્મ છોડી દીધી હતી અને આ રોલ એક નવા હીરોને મળ્યો હતો.તે ફિલ્મની એક પણ ફિલ્મ રિલીઝ નહોતી થઈ.જોકે,ટીવી પર તેમણે અનેક હિટ સિરિયલો આપી હતી.ફિલ્મ એક ટ્રેક પર ચાલી રહી હોય છે ત્યારે 1 કલાક અને 20મીનિટ પર બીજા હીરોની એન્ટ્રી થાય છે અને આ હીરોનું નામ છે શાહરૂખ ખાન દિવાના તેમની પ્રથમ ફિલ્મ હતી જે 25 જૂન 1992ના રોજ રિલીઝ થઈ હતી.અરમાન કોહલીના હાથમાંથી જે ફિલ્મ ગઈ તેમણે ઈન્ડસ્ટ્રીને નવો સુપર સ્ટાર આપ્યો હતો.તે વખતે કોઈને ખબર નહતી કે,સેકેન્ડ લીડ વાળો હીરો બોલીવુડનો નંબર વન હીરો બનશે.