આદિત્ય ઠાકરેએ અડધી રાત્રે માતોશ્રીની બહાર આવીને પૂછયું કે…..

119

નવી મુંબઇ, તા. 24 જૂન 2022, શુક્રવાર : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે અડધી રાત્રે તેમના ઘર માતોશ્રીની બહાર આવીને મીડિયા સાથે વાતચીત કરી હતી. કારણ કે મંત્રી એકનાથ શિંદે આસામમાં પડાવ નાખીને પક્ષ સામે બળવો કરી રહ્યા છે અને પક્ષને વિભાજિત કરવાની ધમકી આપી રહ્યા છે.ઠાકરે પરિવાર બુધવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાન ‘વર્ષા’ થી તેમના ઘર ‘માતોશ્રી’માં શિફ્ટ થયો હતો.

આદિત્ય અડધી રાત્રે ઘરની બહાર આવીને પત્રકારોને પુછતા જોવા મળ્યા કે, તમે જમ્યા છો? પત્રકારોને તેમના કેમેરા બંધ કરવાનું કહેતા અવાજો સાંભળી શકાય છે, કારણ કે મંત્રીએ તેમને કહ્યું હતુ કે, તે કોઇપણ નિવેદન આપવા માટે બહાર નથી આવ્યા.જ્યારે ઉદ્વવ ઠાકરેની તબિયતને લઇને પત્રકારે સવાલ કર્યો તેના જવાબમાં તેમણે કહ્યું કે, કોરોનાથી પીડિત ઉદ્વવ ઠાકરેની તબિયત હાલ સારી છે.

આદિત્ય ઠાકરેની પત્રકારો સાથેની આ વાતચીત ત્યારે થઇ જ્યારે શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસની ગઠબંધન સરકારને પડકારી રહ્યા છે અને સરકારને તોડી પાડવાની ધમકી આપી રહ્યા છે.એકનાથ શિંદેએ આગ્રહ કરીને કહ્યું કે, એનસીપી અને કોંગ્રેસ સાથે શિવસેનાનું જોડાણ “અપ્રાકૃતિક” છે અને તેણે ભાજપ સાથેનું જોડાણ પુનઃસ્થાપિત કરવું જોઈએ.આ સિવાય તેમણે કહ્યું કે,અમારી પાસે 50થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. જેમાંથી શિવસેના પાસે 37થી વધુ ધારાસભ્યો છે.

ઉદ્ધવ કેબિનેટના મંત્રીએ કહ્યું, “જેને અમારી ભૂમિકા પર વિશ્વાસ છે, જેઓ બાળાસાહેબની વિચારધારાને આગળ વધારવા માંગે છે, જેને તે પસંદ છે, તે અમારી સાથે આવશે.”

Share Now