મહાવિકાસ આઘાડી સરકાર બે-ત્રણ દિવસની અંદર જશે

98

મુંબઈ : શિવસેનાના ૩૯ જેટલા વિધાનસભ્યોએ બળવો કરીને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની મહાવિકાસ આઘાડી સરકારને પડકારી છે ત્યારે બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન રાવસાહબ દાનવેએ ગઈ કાલે સંકેત આપ્યા હતા કે બે-ત્રણ દિવસમાં આ સરકાર જશે.જાલનામાં એનસીપીના નેતા અને આરોગ્યપ્રધાન રાજેશ ટોપેની હાજરીમાં ઍગ્રિકલ્ચર વિભાગની ઇમારતનું ઉદ્ઘાટન કરતી વખતે રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે‘મહાવિકાસ આઘાડી સરકારે વહેલાસર વિકાસનાં કામ પૂરાં કરી લેવાં,કારણ કે અમે હવે બે-ત્રણ દિવસ જ વિરોધ પક્ષમાં રહીશું.

સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે.આ સરકાર બે-ત્રણ દિવસની જ મહેમાન છે. શિવસેનાના બળવા સાથે બીજેપીને કંઈ લેવાદેવા નથી.એનસીપી અને કૉન્ગ્રેસે વિકાસકામના ભંડોળને પોતાની તરફ વાળી દીધું હોવાથી ઉદ્ધવ ઠાકરે સામે શિવસેનાના બળવો કરનારા વિધાનસભ્યોમાં ભારે નારાજગી છે.’એકનાથ શિંદે જૂથ બીજેપીમાં સામેલ થવા બાબતે રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે હજી સુધી આવો કોઈ પ્રસ્તાવ નથી મળ્યો અને જો મળશે તો એના પર પક્ષના વરિષ્ઠ નેતાઓ નિર્ણય લેશે.આજની પરિસ્થિ‌તિમાં રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લદાવાની વાત થઈ રહી છે એની શક્યતા ન હોવાનું તેમણે કહ્યું હતું.

Share Now