ઉદયપુર હત્યાકાંડ: ધમકી બાદ છોડી દીધુ હતુ કામ,પત્નીએ જણાવ્યો ધમકીથી લઈને હત્યા સુધીનો સમગ્ર ઘટનાક્રમ

91

નવી દિલ્હી : તા.29 જૂન 2022,બુધવાર : રાજસ્થાનના ઉદયપુરમાં થયેલ એક કન્હૈયાલાલ સાહુ નામના દરજીની થયેલ હત્યા બાદ તે વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો હતો.આ ઘટનાને ળઇને સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.આ બધાની વચ્ચે,મૃતક કન્હૈયા લાલની પત્ની યશોદાએ આ ઘટના પહેલા શું થયું હતું તે.યશોદાએ જણાવ્યું કે તેના પતિ કન્હૈયા લાલે સોશિયલ મીડિયા પોસ્ટ પર જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ ઘણા દિવસોથી કામ છોડી દીધું હતું.

કન્હૈયા લાલની પત્નીએ જણાવ્યું કે,તેના પતિએ ફરીથી પોતાનું કામ શરૂ કરવાનો નિર્ણય કર્યો.આ દરમિયાન,તે થોડા કલાકો માટે કામ પર ગયા હતા.ત્યારે જ બે માણસો આવ્યા જે ગ્રાહક જેવા લાગી રહ્યાં હતા.કન્હૈયાએ તેમાંથી એકનું માપ લેવાનું શરૂ કર્યું.ત્યારબાદ તે લોકોએ મારા પતિ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.અન્ય એક વ્યક્તિ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી રહ્યો હતો.ત્યારે બાદ બંને જણા બાઇક ચલાવીને ભાગી ગયા,તેણે પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરો ઢાંકી રાખ્યો હતો.

ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માના પૈંગબંર મોહમ્મદ પરની વિવાદાસ્પદ ટિપ્પણીએ દેશ-વિદેશમાં ભારે વિવાદ ઊભો કર્યો હતો.જેને લઇને ઉદયપુરના ટેલર કન્હૈયા લાલે નુપુર શર્મા માટે સોશિયલ મીડિયા પર સમર્થન વ્યક્ત કર્યું હતું.સોશિયલ મીડિયા પર નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ કન્હૈયા લાલની 10 જૂને ધરપકડ કરવામાં આવી હતી.15 જૂને જ્યારે તે જામીન પર બહાર આવ્યો ત્યારે તેણે પોલીસને જણાવ્યું કે તેના પડોશીઓ તેને ધમકાવી રહ્યા છે.

ઘટના બાદ ઉદયપુરના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે આઠ વાગ્યા સુધી આગામી આદેશો સુધી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. મુખ્ય સચિવ ઉષા શર્માએ મંગળવારે સાંજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને તમામ વિભાગીય કમિશનરો,પોલીસ મહાનિરીક્ષકો અને જિલ્લા મેજિસ્ટ્રેટને સમગ્ર રાજ્યમાં વિશેષ તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

Share Now