કોરોનાનો કહેર ફરી વર્તાયો, છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોત

120

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 18,815 નવા કેસો નોંધાયા છે.આ દરમિયાન 38 લોકોના મોત થયા હતા. દૈનિક ચેપ દર વધીને પાંચ ટકાની નજીક પહોંચી ગયો છે.દેશમાં કોરોના(Covid-19)ના કેસમાં ફરી ઉછાળો ચિંતાનો વિષય બન્યો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 18,815 નવા કેસો નોંધાયા છે.આ દરમિયાન 38 લોકોના મોત થયા હતા.દૈનિક ચેપ દર વધીને પાંચ ટકાની નજીક પહોંચી ગયો છે.શુક્રવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 1,22,335 થઈ ગઈ છે.નવા દર્દીઓ સહિત દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે વધીને 4,35,85,554 થઈ ગઈ છે.એ જ રીતે,વધુ 38 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 5,25,343 થયો છે

સક્રિય કેસ કુલ સંક્રમિતોના 0.28 ટકા છે,જ્યારે કોવિડમાંથી રિકવરી રેટ 98.51 ટકા છે.છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં 2,878નો વધારો થયો છે.દૈનિક ચેપ દર વધીને 4.96 ટકા થયો છે,જ્યારે સાપ્તાહિક ચેપ દર 4.09 ટકા હતો.અત્યાર સુધીમાં આ રોગચાળામાંથી 4,29,37,876 દર્દીઓ સ્વસ્થ થયા છે,જ્યારે મૃત્યુ દર 1.21 ટકા છે.દેશમાં કોરોના રોગચાળા સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.અત્યાર સુધીમાં કોવિડ રસીના 198.51 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Share Now