કેરળમાં RSS કાર્યાલય પર ફેંકવામાં આવ્યો બોમ્બ, ભાજપે ઘટનાની કરી નિંદા

111

કેરળના કન્નુર જિલ્લાના પયાનુર ખાતે આરએસએસ કાર્યાલય પર બોમ્બ ફેંકવામાં આવતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.પયન્નુર પોલીસના જણાવ્યા અનુસાર,આ ઘટના આજે સવારે બની હતી,હુમલામાં બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા.વધુ તપાસ ચાલુ છે.હાલ આ ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી.આ હુમલો કોણે અને કયા ઈરાદાથી કર્યો? તેના વિશે અત્યાર સુધી કોઈ માહિતી બહાર આવી નથી.પોલીસ તમામ સ્તરે તપાસ કરી રહી છે.

આ ઘટના પર ટીપ્પણી કરતા ભાજપના ટોમ વડક્કને લખ્યું છે કે આ આઘાતજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાજિક સંગઠનો પર બોમ્બ ફેંકવાના સ્તર સુધી કથળી ગઈ છે. સિવિલ સોસાયટીમાં આ સ્વીકાર્ય નથી.આ પહેલા પણ આરએસએસના કાર્યકરો પર હુમલા થયા છે.આ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ઝડપથી સામનો કરવો જરૂરી છે.આ માટે પોલીસ અને રાજ્ય પ્રશાસન જવાબદાર છે.

Share Now