મુંબઈ : તા.12 જુલાઈ 2022 મંગળવાર : રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સપોર્ટ કરે તેવી શક્યતા છે.ઉદ્ધવ ઠાકરેનો આ નિર્ણય ચોંકાવનારો છે કેમ કે શિવસેનાના સાંસદ સંજય રાઉત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાના પક્ષમાં હતા.શિવસેનાના અમુક સાંસદ દ્રૌપદી મુર્મૂનુ સમર્થન કરી રહ્યા હતા.સૂત્ર અનુસાર ઉદ્ઘવ ઠાકરે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સપોર્ટ કરવા તૈયાર થઈ ગયા છે. તેમણે સંજય રાઉતની વાતને ન માનીને પાર્ટીના સાંસદોની વાત માની છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે શિવસેનાની બેઠક થઈ હતી.જેમાં પાર્ટીના 19માંથી માત્ર 11 સાંસદ પહોંચ્યા હતા.જેમાંથી મોટાભાગના સાંસદોએ ઉદ્ધવ ઠાકરેને અપીલ કરી હતી કે તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂનુ સમર્થન કરે.સંજય રાઉતનુ કહેવુ હતુ કે શિવસેનાએ યશવંત સિન્હાને સપોર્ટ કરવો જોઈએ.જે મુદ્દે આખરે નિર્ણય ઉદ્ધવ ઠાકરેએ જ લેવાનો હતો.હવે જ્યારે દ્રૌપદી મુર્મૂના સમર્થનવાળી વાત સામે આવી ગઈ છે તો આની પર સંજય રાઉતનુ નિવેદન પણ આવી ગયુ છે.તેમણે કહ્યુ,દ્રૌપદી મુર્મૂને સમર્થન કરવાનો અર્થ બીજેપીને સમર્થન કરવાનો નથી.શિવસેનાના યશવંત સિન્હા સાથે સારા સંબંધ છે પરંતુ લોકોની ભાવનાઓનો પણ ખ્યાલ રાખવો જોઈએ.શિવસેના ઘણીવાર આવા નિર્ણય લે છે.