ગુજરાતીઓ એલર્ટ..! હજી આગામી 24 કલાકમાં સાંબેલાધાર વરસાદની આગાહી

105

રાજ્યમાં આજે છેલ્લા છ કલાકમાં 97 તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે.જેમાં સૌથી વધુ કચ્છમાં 5.48 ઈંચ વરસાદ ખાબક્યો છે.ગુજરાતમાં મેઘરાજા ભારે કોપાઈમાન થયા હોવું લાગે છે.રાજ્યના કેટલાય ગામ સંપર્કવિહોણાં થયાં છે.રોડ રસ્તાની હાલત કફોડી છે.નદી-નાળાં છલકાઈ ગયાં છે.ડેમ પણ ભયજનક સપાટી પર પહોંચી ગયા છે.લોકોના હાલ પણ બેહા થયા છે.આવી સ્થિતિમાં હજી રાજ્ય માટે આગામી બે દિવસ કઠિનભર્યા રહી શકે છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આજે છેલ્લા છ કલાકમાં 97 તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે.જેમાં સૌથી વધુ કચ્છમાં 5.48 ઈંચ વરસાદ ખાબક્યો છે.ભારે વરસાદને કારણે ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે.પંજાબથી NDRFની ટીમો પણ આવી પહોંચી છે,એરફોર્સના કાર્ગો પ્લેનમાં બચાવ કામગીરીના સાધનો વડોદરા એરપોર્ટ પર લવાયા છે.હજી પણ લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.આગામી 24 કલાકમાં 14 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

જેમાં પોરબંદર,આણંદ,ખેડા,પંચમહાલ,જૂનાગઢ,ભાવનગર અને વડોદરામાં ભારે વરસાદ વરસી શકે છે.નર્મદા,સુરત, તાપી,ભરૂચ,ડાંગ,નવસારી અને વલસાડ તથા છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહીથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.તો બીજી બાજુ અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ધોધમાર વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે.આ દરમિયાન 14 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

Share Now