આજથી પ્રવાસીઓ લોકલ ટ્રેનનું લાઈવ લોકેશન જાણી શકશે

103

મુંબઈ : લોકલ ટ્રેનના રીઅલ ટાઈમ લોકેશન સહિત તે કેટલા સમયમાં સ્ટેશને પહોંચશે તેની નિશ્ચિત માહિતી હવે મુંબઈગરાંને’યાત્રી’એપ્લિકેશન પરથી મળી રહેશે.આજે સેંટ્રલ રેલવેના જનરલ મેનેજર અનિલકુમાર લાહોટીના હસ્તે આ એપ્લિકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

લોકલ રેલવેનું ટાઈમટેબલ અને લાઈવ લોકેશન પ્રવાસીઓ જાણી શકે તે માટે સેન્ટ્રલ રેલવેના મુંબઈ વિભાગ દ્વારા બે વર્ષ પહેલાં’યાત્રી’એપ વિકસાવાયું હતું.પરંતુ શરુઆતમાં આ એપ પર માત્ર રેલવેનું ટાઈમટેબલ જ દેખાતું હતું.પરંતુ હવે મધ્ય રેલવેની તમામ લોકલમાં જીપીએસ સિસ્ટમ બેસાડવામાં આવી હોવાથી તેનું લાઈવ લોકેશન પણ જાણી શકાશે.આ માટે પહેલાં બેલાપુર-ખારકોપર વિભાગમાં રેલવેની જીપીએસ સિસ્ટમની તપાસણી કરવામાં આવી.આજે તેનું લોકાર્પણ થયા બાદ ગુરુવારથી સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનોનું રીઅલ ટાઈમ લોકેશન પ્રવાસીઓ જાણી શકશે.ઉપરાંત અહીંથી રેલવેની દૈનિક ટિકીટ તેમજ માસિક અને ત્રિમાસિક પાસ પણ મળી રહેશે.સ્ટેશનો પરની સુવિધાની માહિતી,પાર્સલ સુવિધાની વિગત તેમજ ઈમર્જન્સી કોન્ટેક્ટ નંબર પણ આ એપ્લિકેશનમાં ઉપબલ્ધ છે.

Share Now