હામિદ અંસારીએ આઇએસઆઇના જાસૂસ પત્રકારને આમંત્રણ આપ્યું હતું : ભાજપ

122

નવી દિલ્હી : ભાજપે આરોપ લગાવ્યો હતો કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પાકિસ્તાનની આઇએસઆઇ માટે જાસૂસી કરતા એક પત્રકારને ભારતમાં આવવા આમંત્રણ આપ્યું હતું.જોકે આ આરોપોને અંસારીએ નકારી દીધા હતા અને ભાજપનું સૌથી મોટુ જુઠાણુ ગણાવ્યું હતું.ભાજપે જે દાવો કર્યો હતો તે પાકિસ્તાનની પત્રકારના દાવાના આધારે કર્યો હતો.ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પત્રકારોને સંબોધતા પાકિસ્તાનના એક પત્રકાર નુશરત મિર્ઝાના દાવાને ટાંકીને આરોપ લગાવ્યો હતો કે પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારીએ અત્યંત સંવેદનશિલ અને ગુપ્ત માહિતી આ પત્રકારને આપી હતી.

હામિદ અંસારી વર્ષ ૨૦૦૭થી ૨૦૧૭ દરમિયાન દેશના ઉપરાષ્ટ્રપતિ હતા.તે પહેલા તેઓ ઇરાન સહિતના અનેક દેશોમાં ભારતીય રાજદૂત તરીકે સેવા આપતા હતા.અંસારીએ આ આરોપોને નકારતા કહ્યું હતું કે ઇરાન સાથેની મારી કામગીરી સરકાર પુરતી જ સિમિત હતી.સાથે જ તેમણે પત્રકારોને આમંત્રણ અંગે જવાબ આપતા કહ્યું હતું કે કોઇ પણ દેશના પત્રકારને આમંત્રણ આપવા માટેનો નિર્ણય સરકાર લેતી હોય છે.મે કોઇ જ પાકિસ્તાની પત્રકારને ક્યારેય પણ ભારત આવવા માટે આમંત્રણ નહોતુ આપ્યું.ના હું આ પાકિસ્તાની પત્રકારને મળ્યો હતો.હું દેશની સુરક્ષાની પ્રતિબદ્ધતા સાથે બંધાયેલો છું.ભારત સરકાર પાસે હું કોને આમંત્રણ આપુ કે મે શું કામ કર્યા તેની બધી જ જાણકારી હોય છે,ભાજપ જે પણ આરોપો લગાવી રહી છે તે અત્યંત જુઠા છે.

Share Now